Home> Agriculture
Advertisement
Prev
Next

ગુજરાતમાં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદો, જાણો કોને થશે મોટો લાભ

Gujarat Agricultural Land Rule: ગુજરાતમાં જમીન કાયદા અંગે ગણોતધારામાં ફેરફાર થઈ રહ્યાં છે. સરકાર વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદામાં મોટો સુધારો કરી રહી છે. ગુજરાત સરકાર કરી રહી છે આ દિશામાં કામ. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન. જેને પગલે આગામી દિવસોમાં જમીનની લે-વેચમાં મોટી તેજી આવી શકે તેમ છે. 

ગુજરાતમાં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદો, જાણો કોને થશે મોટો લાભ

Gujarat Agricultural Land New Rule: ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવો સતત વધી રહ્યાં છે. ગણોતધારાના નિયમો એટલા જટિલ છે કે પ્રોપર્ટી ખરીદતી સમયે તમને એ મુશ્કેલીઓ બનાવે છે. ગુજરાતની સરકાર આ ગણોતધારાના કાયદામાં ફેરફાર કરવા માગે છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને તો ફાયદો તશે સાથે જમીનોના ભાવો પણ ઉંચકાશે. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે મોટા ફેરફારો. આ મામલે હવે સરકારમાં ફાઈલ પડી છે. હવે આ બાબતે લોકસભાની ચૂંટણી સુધી તો કોઈ નિર્ણય લેવાય તેવી સંભાવના ઘણી જ ઓછી છે. જેથી સરકાર આ બાબતે લોકસભા બાદ એક્શનમાં આવી શકે છે. 

fallbacks

દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ

જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કેમ કે કે ખેડૂતો ખેડૂતો પોતાની પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે.

હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે?
હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે. જેના કારણે જમીનની ખરીદીમાં મુશ્કેલીઓ આવી રહી છે. સરકાર ગણોતધારાના કાયદામાં ફેરફાર કરે તો ખરીદનાર અને વેચનાર બંનેને લાભ થઈ શકે છે. 

કાયદાકીય હાલાકીનો આવશે અંતઃ
મહેસૂલ વિભાગમાં iORA તંત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા 1,900થી 2,100 જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્યક્ષપદે રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી છેક વર્ષ 1950-51થી પુરાવા માંગવા કે તેની ચકાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા 1990 કે 95 આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને કારણે અરજદારોને ખેડૂત ખરાઈમાં પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્યુ ટ્રિબ્યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.

ક્યારે કરાશે કાયદામાં ફેરફાર?
કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ ૪ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની નહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. (ઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની કાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તેયાર કરીને કમિટીને આપશે. ત્યાર બાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.

હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન

અત્યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાતઃ જન્મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો. જોકે, હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ. હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન.

જમીન ગઈ તો બિનખેડૂત બની જશો
ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી.  હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે.

જમીનમાલિકને ખેડૂતનું સ્ટેટસ નહીં મળેઃ
ઔદ્યોગિત વિકાસના હેતુસર બિનખેડૂત પોતે ખેતીની જમીન ખરીદી શકશે, ખેતીની જમીન પર ઔદ્યોગિક વિકાસ કરશે. પણ તેને ખેડૂત તરીકેની ઓળખ ખેડૂત તરીકેનું સ્ટેટ નહીં મળે. સંભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને 'ખેડૂત'નું સ્ટેટ્સ મળવાનું નથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અને કાયદામાં સુધારા અંગે કામ કરી રહેલી મીણી કમિટીએ પોતે આ રિપોર્ટ આપ્યો છે. 

60 દિવસમાં અરજી કરવી પડે
કોઈ સાચા ખેડુત ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પુરેપુરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિનખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તો તે માટે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: - ગણત-૨૬૯૯/૪૩૪૩/ઝ અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડુતે તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડૂતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિ હોય તે સંજોગોમાં 'ખેડુત પ્રમાણપત્ર' મેળવવા માટે જમીન વેચાણ થયા તારીખથી કલેક્ટરને ૬૦ દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે. 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More