Home> Agriculture
Advertisement
Prev
Next

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો ફૂલોની ખેતીથી કરે છે લાખોની કમાણી! જાણો ટિપ્સ

Agriculture News: દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વાપરવામાં આવતા ગલગોટાના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચામાં છે... 

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો ફૂલોની ખેતીથી કરે છે લાખોની કમાણી! જાણો ટિપ્સ

Agriculture News: ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પ્રગતિશીલ ખેડૂતો ગલગોટાની ખેતી કરીને બન્યા લખપતિ,,,અરાદ ગામમાં 700 વીઘા જમીનમાં લહેરાઈ રહ્યા છે ગલગોટા,,, 3 મહિનામાં જ તૈયાર થઈ જાય છે ફૂલ,,, દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વાપરવામાં આવતા ગલગોટાના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચામાં છે...

fallbacks

પરંપરાગત ખેતી છોડી અહીંના ખેડૂતો હવે ગલગોટાની રોકડીયા ખેતી તરફ વળતા ગામના મોટાભાગના ખેડૂતો લખપતિ બન્યા છે...આ ગામની આસપાસના ખેતરોમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે...અંદાજીત 700 વિધા જમીને જાણે દિવાળીમાં પીળી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે....અહીંના ગલગોટાના ફૂલો  ભાવનગર, બોટાદ,વડોદરા, નડિયાદ જેવા શહેરોમાં વેચાય છે...માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ વેચાય છે... 

શું કહે છે ખેડૂતો?
છેલ્લાં 10 વર્ષથી આ ખેડૂતો ગલગોટાના ફૂલની ખેતી કરતા આવે છે. દર વખતે સિઝન દર સિઝન ગલગોટાની ખેતીથી ખેડૂતોને કમાણીમાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે અહીં 500 વીઘાથી વધારે વિસ્તારમાં ગલગોટાનું વાવેતર થાય છે. પૂજા અને દરેક વિધિના કામોમાં આ ફૂલનો ઉપયોગ થાય છે. અન્ય પાક કરતા આમા ઉત્પાદન સારું હોય છે. દર ત્રણ દિવસે આની વારી આવે છે. પૈસા રોકડા મળે છે અને ગલગોટાના ફૂલોનું ઉત્પાદન બંપ્પર હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More