Darjeeling Tea Industry: શું તમે પણ ચા પીવાના શોખીન છો, તો આ માહિતી તમારા માટે ખુબ જ મહત્ત્વની બની શકે છે. દેશભરમાં આસામ અને પ.બંગાળમાં ચા નો મોટા પાયે બિઝનેસ છે. કારણકે, અહીં મોટા પ્રમાણમાં ચા ના બગીચા છે. અહીં મોટા પ્રમાણમાં ચા નું ઉત્પાદન થાય છે. ખાસ કરીને પ.બંગાળની વાત કરીએ તો અહીંના સૌથી મોસ્ટ ફેરવરિટ સ્થળ એવા દાર્જિલિંગમાં ચા ના અનેક બગીચાઓ છે. જોકે, હાલ દર્જિલિંગના ચા ના બગીચાઓ પર મંડરાઈ રહ્યું છે મોટું જોખમ. દાર્જિલિંગના ચા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. શું છે કારણ જાણીએ વિગતવાર...
અહીં આવેલો છે ચા નો મોટો ઉદ્યોગઃ
દાર્જિલિંગમાં ચા નો મોટો ઉદ્યોગ આવેલો છે. અહીં ચા ની મોટી મોટી ફેક્ટરીઓની સાથો સાથ અહીં ચા ના મસમોટા બાગાન પણ આવે છે. જોકે, હાલ ચા ની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણકે, અહીં ચા ના બગીચાઓ પર તોડાઈ રહ્યું છે આર્થિક જોખમ. આઈટીએ કહ્યું કે ઉત્પાદનમાં ઘટાડો અને ઘટતા ભાવને કારણે દાર્જિલિંગમાં ચા ઉદ્યોગની સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં, નાણાકીય રાહત પેકેજ વિના દાર્જિલિંગ ચા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં છે. ITAએ ચા ના ઉદ્યોગને બચાવવા માટે સરકારની મદદ માંગી છે.
ચા ના ઉદ્યોગને બચાવવા માંગી સરકારી સહાયઃ
મહત્ત્વનું છેકે, ભારતીય ચા એસોસિએશન (ITA) એ મુશ્કેલીમાં મુકાયેલા દાર્જિલિંગ ચા ઉદ્યોગને ટેકો આપવા માટે કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય માટે તેની અપીલનો પુનરોચ્ચાર કર્યો. ITAએ જણાવ્યું હતું કે ઉત્પાદનમાં ઘટાડો અને ઘટતા ભાવને કારણે દાર્જિલિંગમાં સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં, નાણાકીય રાહત પેકેજ વિના દાર્જિલિંગ ચા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં છે. તેણે સરકારને માર્ચ 2022 માં વાણિજ્ય પરની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલા નાણાકીય પુનરુત્થાન પેકેજ પર વિચારણા કરવા અને કાર્ય કરવા વિનંતી કરી છે.
ટી બોર્ડના ડેટાને ટાંકીને ITAએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના ઉત્પાદનને અસર કરી છે, જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ITAએ જણાવ્યું કે જાન્યુઆરી-ડિસેમ્બર, 2023માં ભારતમાંથી ચાની નિકાસ ઘટીને 22.79 કરોડ કિલોગ્રામ થઈ ગઈ, જ્યારે વર્ષ 2022માં 23.10 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે