Home> Agriculture
Advertisement
Prev
Next

Agriculture News: જમીન લેતા પહેલાં જાણી લેજો આ કાયદો, લિમિટથી વધુ ખેતીલાયક જમીન હશે તો જવું પડશે જેલ

Land law: અત્યારમાં સૌથી મોટી પ્રોપર્ટી હોય તો એ જમીન છે. તમે જાણો છો ભારતમાં એક વ્યક્તિ કેટલી જમીન રાખી શકે છે? શું ભારતના દરેક રાજ્યમાં જમીન ખરીદવા અને રાખવાની કોઈ મર્યાદા છે? હા તો વાંચી લો આ સ્ટોરી...

Agriculture News: જમીન લેતા પહેલાં જાણી લેજો આ કાયદો, લિમિટથી વધુ ખેતીલાયક જમીન હશે તો જવું પડશે જેલ

Agriculture News: આજે જમીનનો એક ટુકડો ના હોય તો લોકો એ ઘરમાં લગ્ન કરાવતા નથી. તમે ગામડામાં હો અને તમારી પાસે જમીન નથી તો તમારાથી મોટો કોઈ ભિખારી નથી. આજે અમે તમને એવા જ એક કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા તેમની આસપાસ રહેતા લોકો કરે છે. જો કે, મોટાભાગના લોકો માહિતીના અભાવે આવી ભૂલો કરે છે.  ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો અને ન્યાયી જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. પરંતુ, કેટલીકવાર માહિતીના અભાવે, વ્યક્તિ ભૂલ કરે છે અને જ્યારે તે કાયદાની ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે તેને પસ્તાવો થાય છે. સોનું, ચાંદી અને પૈસાની જેમ જમીન રાખવા માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે ચોક્કસ મર્યાદા કરતાં વધુ જમીન હસ્તગત કરો છો, તો તમારી સામે કાનૂની કાર્યવાહી પણ શક્ય છે.

fallbacks

સમગ્ર દેશમાં જમીનની માલિકી માટે કોઈ સમાન કાયદો નથી-
સમગ્ર દેશમાં જમીનની માલિકી માટે કોઈ સમાન કાયદો નથી. જેથી દરેક રાજ્યે રાજ્યે આ કાયદો બદલાઈ જાય છે. ભારતમાં ખેતીની જમીનને કેટલી મર્યાદા સુધી રાખી શકાય તે અંગે કોઈ કાયદો નથી. પરંતુ, દેશના દરેક રાજ્યોએ જમીન રાખવા માટે ચોક્કસ મર્યાદા નક્કી કરી છે. તેથી, એવું નથી કે તમે 100 એકર અથવા 1000 એકર જમીન ખરીદી શકો અને તેને રાખી શકો. પરંતુ, ભારતમાં જમીન ખરીદવા માટેની મહત્તમ મર્યાદા દરેક રાજ્યમાં બદલાય છે.  ગુજરાતમાં રાજ્યનો કોઇપણ બિનખેડૂત નાગરિક ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકશે. રાજ્યમાં હાલ અમલી ગણોતધારાની કલમ-૬૩ મુજબ બિનખેડૂત વ્યક્તિને ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ છે

ભારતમાં સામાન્ય માણસ કેટલી જમીન ખરીદી શકે છે, તમે કેટલી જમીન ધરાવી શકો છો, બિહારમાં તમે કેટલી જમીન રાખી શકો છો, તમે યુપીમાં કેટલી જમીન ખરીદી શકો છો, પંજાબમાં તમે કેટલી જમીન રાખી શકો છો, રાજસ્થાનમાં એક વ્યક્તિ જમીનની માલિકી ધરાવી શકે છે: દેશમાં કોઈ પણ વ્યક્તિ તેની મરજી મુજબ જેટલી જમીન ઈચ્છે તેટલી જમીનનો માલિક બની શકતો નથી. ૧લી,મે,૧૯૬૦ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે હિત ધરાવતાં પરબિળો દ્વારા લાખ પ્રયત્નો કરાયા છતાં માત્ર ખેતીની જમીનોને લાગુ પડતાં ગણોતધારામાં કોઈપણ નાગરિક ખેતી કરવા માટે ખેતીની જમીન ખરીદી શકે તેવી જોગવાઈ કાયદામાં કરાઈ ન હતી,બલ્કે તેના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.

શું ભારતમાં જમીનની મર્યાદાનો કોઈ કાયદો છે-
ભારતમાં જમીન ખરીદવાની મર્યાદા વિવિધ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવી છે. ભારતમાં જમીનદારી પ્રથા નાબૂદ કર્યા પછી, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ અધિકાર આપ્યો. દેશમાં વ્યક્તિ ઈચ્છે તેટલી જમીન ધરાવી શકતી નથી.  દરેક રાજ્યોએ ખેતીલાયક જમીનની મર્યાદા નક્કી કરી છે. આ માટે આખા દેશમાં એક સમાન કાયદો નથી.

કાયદો ક્યારે આવ્યો-
જમીન સુધારણા અધિનિયમ 1954 દેશમાં જમીનદારી પ્રથાને સમાપ્ત કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ કાયદો આવ્યા બાદ દરેક રાજ્ય માટે અલગ જમીન રાખવાનો નિયમ છે. કેરળમાં, લેન્ડ એમેન્ડમેન્ટ એક્ટ 1963 હેઠળ, અપરિણીત વ્યક્તિ ફક્ત 7.5 એકર સુધીની જમીન ખરીદી શકે છે. 5 સભ્યોનો પરિવાર 15 એકર સુધીની જમીન ખરીદી શકે છે. મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન તે જ ખરીદી શકે છે જે પહેલાંથી ખેડૂત ખાતેદાર હોય..... અહીં મહત્તમ મર્યાદા 54 એકર છે. પશ્ચિમ બંગાળમાં વધુમાં વધુ 24.5 એકર જમીન ખરીદી શકાય છે. બિહારમાં તમે 15 એકર સુધીની ખેતીની જમીન ખરીદી શકો છો.

હિમાચલ પ્રદેશમાં 32 એકર જમીન ખરીદી શકાય છે. કર્ણાટકમાં પણ તમે 54 એકર જમીન ખરીદી શકો છો અને અહીં પણ મહારાષ્ટ્રનો નિયમ લાગુ છે. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ મહત્તમ 12.5 એકર ખેતીલાયક જમીન ખરીદી શકે છે. દેશના દરેક રાજ્યને જમીન બનાવવાનો કાયદો આપવામાં આવ્યો છે કારણ કે તેમની ભૌગોલિક સ્થિતિ અલગ છે. સ્થાનિક રહેવાસીઓ, આદિવાસીઓની જમીન, અનેક પ્રકારની જમીન સરકાર પાસે છે, જેના પર રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવ્યા છે.

જો આપણે પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પ્રોપર્ટી હેરિટન્સ એક્ટમાં જમીન રાખવાની જોગવાઈ છે, પરંતુ ત્યાં પણ ભારતની જેમ દરેક પ્રાંત માટે અલગ-અલગ નિયમો છે. બાંગ્લાદેશની પણ આવી જ સ્થિતિ છે. બાંગ્લાદેશમાં પણ જમીનની માલિકી અંગે કોઈ નિશ્ચિત કાયદો નથી. અંગ્રેજો દ્વારા પસાર કરાયેલા કાયદા હજુ પણ ત્રણેય દેશોમાં સંશોધિત સ્વરૂપમાં લાગુ છે. એકંદરે, ભારતમાં, જો તમારી પાસે નિયત મર્યાદા કરતાં વધુ જમીન હોય, તો તમારે જેલ જવું પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More