Agriculture News : ખેડૂતોમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ઉભી ન થાય તે માટે નવીન “આઇ-ખેડૂત ૨.0 પોર્ટલ”ની વેબસાઈટ અગાઉ મુજબ www.ikhedut.gujarat.gov.in જ રહેશે. આ પોર્ટલના માધ્યમથી યોજનાકીય લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ વેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે. ખેડૂત ભાઈઓએ પોતાની જમીનની વિગત, મોબાઈલ નંબરની વિગતો ભરી સરળતાથી નોંધણી કરી શકશે. એક વખત નોંધણી કર્યા બાદ ખેડૂતો ખેતીવાડી અને સંલગ્ન કોઈપણ યોજનાઓનો લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકશે.
આઈ-ખેડૂત ૨.0 પોર્ટલની વિશેષતાઓ
આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્લીકેશન પણ ડેવલોપ કરવામા આવશે. જેનો ઉપયોગ ખેડૂત દ્વારા ખરીદી કરેલ સાધન અથવા ઘટકના વેરિફિકેશન માટે થશે. આ એપ્લિકેશનમા વેરિફિકેશન કરનાર અધિકારી/કર્મચારી દ્વારા સાધન/ઘટકનો લેટ-લોંગ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીની થઈ જાહેરાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે