Home> Agriculture
Advertisement
Prev
Next

ઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશે

Ambalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં કૃષિ કાર્યો ન કરવા ખેડૂતોને આપી સલાહ

ઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશે

Gujarat Farmers : અંબાલાલ પટેલનો વરસાદનો વરતારો હંમેશા સચોટ અને સાચો હોય છે. ચોમાસું એટલે ખરીફ પાકના વાવણીનો સમય. આ સમય ખેડૂતો માટે બહુ જ મહત્વનો હોય છે. તેમાં પણ વાવણી સમયે ખેડૂતોને વરસાદનું સચોટ અનુમાન મળી રહે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાય. ખેડૂતોનો પાક ક્યારેય નષ્ટ ન જાય. આવામાં હવામાન નિષ્ણાત ગુજરાતના ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ લઈને આવ્યા છે.ચ 

fallbacks

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 

આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી તરફ, 26થી 30 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યમાં સાત ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત, કચ્છના અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતી સિસ્ટમમાં અસરોને લઈને રાજ્યમાં ભારે  પડવાની આગાહી કરવામાં આવી છે.

શરૂઆતના સમયમાં કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યાર બાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. 

નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More