ઉત્તર ગુજરાત બટાકાની ખેતી માટે પ્રમુખ હબ ગણાય છે. બનાસકાંઠા, અરવલ્લી, અને સાબરકાંઠા જિલ્લાઓમાં મોટા પાયે બટાકાની ખેતી થાય છે. જો કે બટાકાની વાવણી પછી બટાકાની લણણી એ સૌથી મોટો પડકાર છે. આ સમસ્યાના ઉકેલ માટે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ પટેલે એક ખાસ પ્રકારના બટાકા હરાવેસ્ટર મશીન તૈયાર કર્યું છે.
ઓછા સમયમાં બહાર કાઢી શકાય છે બટાકા
વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયા અભિયાનને આગળ વધારતા અનિલભાઈએ સતત 3 વર્ષની મહેનત અને ગાઢ અભ્યાસ બાદ આ મશીન તૈયાર કર્યું છે. આ હાર્વેસ્ટર મશીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઓછા સમયમાં વધારે મજૂરો વગર બટાકાને જમીનમાંથી બહાર કાઢી શકે છે.
ટ્રેક્ટરથી ચાલે છે આ મશીન
અનિલભાઈ પટેલે કહ્યું કે તેઓ પોતે પણ એક ખેડૂત છે. તેમણે કહ્યું કે બટાકાને કાઢવાના સમયે મજૂરો મળતા નથી આથી બટાકા ખરાબ થવા લાગે છે અને ખેડૂતોને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે અમે પોતે એક મશીન તૈયાર કર્યું છે જેને ચલાવવા માટે ટ્રેક્ટરની જરૂર પડે છે. તેમનું કહેવું છે કે આ મશીન જલદી અન્ય ખેડૂતો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી કરીને તેઓ પણ આ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવી શકે.
ખેડૂતોના શ્રમ અને સમયની બચત
અનિલભાઈ પટેલે કહ્યું કે પીએમ મોદીના વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયા દ્રષ્ટિકોણથી પ્રેરાઈને આ હાર્વેસ્ટર મશીન બનાવવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતોને વધુ ઉત્પાદન અને સારો લાભ મળી શકે. આ મશીન બટાકાના ખેડૂતોનો શ્રમ અને સમયની બચતની સાથે સાથે ઉત્પાદનની ગુણવત્તા પણ જાળવી રાખશે જેથી કરીને બજારમાં વધુ ફાયદો થઈ શકે. ગુજરાતના અન્ય ખેડૂતો પણ આ મશીન માટે ઉત્સાહિત છે.
આ મશીન બટાટાને જમીનમાંથી સીધા ગ્રેડિંગ મશીન સુધી લઈ જાય છે જેનાથી ઓછા મજૂરોની જરૂર પડે છે. મશીનની ટેક્નોલોજીના કારણે બટાકાએ ગરમીના સંપર્કમાં ઓછો સમય રહેવું પડે છે. જેના કારણએ વજન અને ગુણવત્તા જળવાઈ રહે છે. પરંપરાગત ઉપાયોની સરખામણીમાં ઝડપથી વધુ પ્રમાણમાં બટાકા જમીનમાંથી કાઢી શકાય છે. અનિલભાઈ પટેલે આ મશીનને બનાવવાાં લગભગ 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો. આ મશીનને પહેલા તેમણે પોતાના ખેતરમાં અને પછી અન્ય ખેડૂતોના ખેતરોમાં અજમાવી. જ્યાં તે સફળ જણાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે