Home> Agriculture
Advertisement
Prev
Next

ગરમીમાં ખાલી પડેલા ખેતરમાં 20 રૂપિયાના બીજ વાવો, જેટલું કાપતા જશો એટલું ઉગતું જશે

Summer Farming : ગરમીની સીઝનમાં ખેડૂતો ખાલી પડેલી જગ્યામાં કુલ્ફા સાગનું વાવેતર કરી શકે છે... આ ભાજી માટે કોઈ લાંબી મહેનતની જરૂર પડતી નથી... ઉપરથી તેને ખાવાના અનેક ફાયદા હોય છે 
 

ગરમીમાં ખાલી પડેલા ખેતરમાં 20 રૂપિયાના બીજ વાવો, જેટલું કાપતા જશો એટલું ઉગતું જશે

Agriculture News : શિયાળામાં બટાકાની ખેતી કર્યા બાદ ખેતર ખાલી થઈ જાય છે, ગરમીમાં પાણીની સમસ્યાને કારણે અનેક ખેડૂતો ઉનાળુ ખેતી કરવાનું ટાળે છે. પરંતું ખાલી પડેલા ખેતરમાંથી પણ તમે કમાણી કરી શકો છો. 

fallbacks

ગરમીની મોસમમાં એક એવી ભાજી ઉગાડી શકાય છે, જેને આખી સીઝનમાં બનાવીને ખાઈ શકાય છે. 

ગરમીમાં મલમલા સાગ જેને પર્સલેન પણ કહેવામાં આવે છે, તેને ઉગાડી શકાય છે. કુલ્ફા સાગ શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે. 

મલમલા ઉગાવવું બહુ જ સરળ હોય છે. તેને મહિલાઓ પોતાના ઘરની બાલ્કનીમાં પણ ઉગાડી શકે છે. 

સૌથી પહેલા 10-20 રૂપિયાના મલમલાના બીજ ખરીદો. હવે ખેતરની માટીને થોડી ભીની કરો અને તેમાં આ બીજ નાંખી દો. 

સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં ઉગવ્યું કાળું સોનું, અલગ ખેતીમાં નવો ચલી ચાતર્ય

આ માટે તમે અલગથી ખાતર નહિ ખરીદો તો પણ ચાલશે. કીચનમાં ફળ-શાકનો કચરો પણ તેમાં નાંખી શકો છો. 

પાણી આપતા સમયે ધ્યાન રાખો કે માટી બહુ ભીની ન થઈ જાય અને સુખી રહે. તેમાં નરમાશ બની રહે. 

બીજ લગાવ્યાના 15 દિવસમાં મલમલા પ્લાન્ટ ઉગવા લાગે છે. તેના બાદ તેને કાપીને સીધો ઉપયોગમાં લેવાય છે.

સૌથી સારી બાબત એ છે કે, મલમલા જેટલું કાપશો, એટલી જ તેજીથી વધતુ રહેશે. ગરમીના ત્રણ મહિના ખાવું ફાયદાકારક રહેશે.  

 આ ભાજી આમ તો ખેતરોમાં અને વગડામાં જોવા મળી જાય છે. ભાજીની ખાસ વાત એ છે કે, તેના પત્તા અને દાંડી બંનેને ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તે આકરા તડકામાં પણ ઉગી નીકળે છે. એટલા માટે તેની ખેતી મોટા ભાગે ગરમીની સીઝનમાં થાય છે.

કુલ્ફા આપણે ત્યાં ખેતરોમાં ખડ તરીકે ઉગી નીકળતા હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, મેગ્નિનિશિયમ, કેલ્શિયમ, આયરન, પોટેશિયમસ અને ઓમેગા-3 ફેટી એસિડ પ્રચૂર માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પર્સલેન એક પ્રકારનું નિંદણ છે જે અનેક જગ્યાએ પાક સાથે ઉગી નીકળે છે, પરંતુ એનસીબીઆઇએ પોતાના રિપોર્ટમાં તેને સામાન્ય નિંદણમાં અસામાન્ય પોષક તત્વોની સંજ્ઞા પણ આવી છે. એટલે કે જેને તમે નિંદણ કે ઘાસ સમજીને ફેંકી દો છો અથવા તેના પર ધ્યાન નથી આપતાં, તે પોષક તત્વોનો ભંડાર છે. પર્સલેન સાગના એક નહીં અનેક ફાયદા છે. પર્સલેન સાગના નિયમિત સેવનથી ઘણી બીમારીઓ આસપાસ નહીં ભટકે.

ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતો પર આવી મોટી આફત, ભર ઉનાળે નહિ મળે ખેતી માટે પાણી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More