Home> Agriculture
Advertisement
Prev
Next

PM કિસાન યોજનાનો હપ્તો મેળવવો હોય તો ખેડૂતો પહેલા કરી લો આ કામ, નહિ તો રૂપિયા નહિ આવે

Farmer Registry : ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો કરાવી લેજો. PM કિસાન યોજના સહિતના લાભ માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. મુદત પૂર્ણ થવામાં 5 દિવસ જ બાકી હોવા છતા સુરતમાં 38 હજાર ખેડૂતોની નોંધણી બાકી
 

PM કિસાન યોજનાનો હપ્તો મેળવવો હોય તો ખેડૂતો પહેલા કરી લો આ કામ, નહિ તો રૂપિયા નહિ આવે

PM Kisan Kalyan Yojana : 10મી જુલાઈ સુધી ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવું પડશે. જો ફાર્મ રજિસ્ટ્રી નહીં કરાવવામાં આવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહી જશો. સુરત જિલ્લામાં 1.55 લાખમાંથી 1.17 લાખ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે વહેલી તકે ખેડૂતોને નોંધણી કરી લેવા અપીલ કરી છે.  

fallbacks

ખેડૂતો ૧૦મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે. જિલ્લામાં 1.55 લાખમાંથી 1.17 લાખ ખેડૂતો ખાતેદારોએ નોંધણી કરાવી. છે. ત્યારે ખેડૂત આગેવાન જયેશ પટેલ ખેડૂતોને અપીલ કરી કે, ખેડૂતો ખાતેદારો વહેલી તકે પોતાની નોંધણી કરાવી લે. 
વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજનામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે એ માટે જિલ્લાના તમામ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લે. 

દેશના વિકાસમાં ખેડૂતોને ભાગ લેવા જયેશભાઈ દેલાડે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ અગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૧.૫૫ લાખમાંથી અત્યાર સુધીમાં ૧.૧૭ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખેડૂતો ૧૦મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. 

શેર માર્કેટમાં ગુજરાતીઓની લાંબી છલાંગ, 1 કરોડ રોકાણકારોનો રેકોર્ડ બનાવ્યો

જ્યારે આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે. સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. કેન્દ્ર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર -કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત કરાઈ છે. 

જિલ્લામાં કુલ ૧.૫૫ લાખ જેટલા એક્ટિવ ખેડૂત ખાતેદાર કે જેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. જે પૈકી ૧.૧૭ લાખ જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પૂર્ણ કરી છે. જ્યારે ૩૮૦૦૦ જેટલા ખેડૂતો એ હજુ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ નથી આગામી ૧૦મી જુલાઈ સુધીમાં ૨જીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી)કરાવવા અનુરોધ પણ કરાયો છે. પરંતુ બાકીના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આગળ આવતા જ નથી.

હાલમાં ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે.

રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા

હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર ૨જીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો. બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. 

  • બહારગામ રહેતા ખેડૂતો https: // gjfr.agristack.gov.in/ farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે 
  • અથવા કોઈપણ નજીકના સી. એસ. સી(કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે 
  • આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ / જમીનના ઉતારાની નકલ ૮- અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે 
  • અને દસ્તાવેજ ની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.

ચોમાસાની ચાલ બદલાઈ, પેટર્ન એવી બદલાઈ કે ઓગસ્ટનો વરસાદ હવે જુનમાં વરસી જાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More