IFFCO Fertilizer Price Hike : એક તરફ ખાતરના ભાવની અછત ચાલી રહી છે, તો બીજી તરફ ખાતરના વધેલા ભાવોને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાવ વધારો પાછો ખેંચશે નહીં તો કિસાન સંઘે આંદોલન કરવાની ચીમકી આપી છે. ખાતર વિતરણ પગલાં નહીં ભરાય તો રસ્તા પર આવશે તેવું કિસાન સંઘે જણાવ્યું,
કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આરકે પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા સબસીડાઈઝડ ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે છે. પરંતુ ખાતરમાં અનિયમિતતા જણાઈ છે. ખાતરમાં સાથે અન્ય ખાતરનો ઉપયોગ કરતા હતા. કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી ખાતરની સાથે અન્ય ખાતર આપી રહ્યા છે, જે ખૂબ જ નિંદનીય બાબત છે. ખાતરમાં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતોએ લગાવવી પડી છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર આવશે.
મંડળીઓનું ખાતર કંપનીઓને અપાય છે
તેમણે જણાવ્યું કે, ભેળસેળ યુક્ત ખાતર દવાઓ અને બિયારણ બાબતે સરકાર પગલાં લે. સરકારને ચેતવણી છે કે, કડક કાર્યવાહી થાય. ખેડૂતોના હકનું ખાતર ઈન્ડસ્ટ્રીઝમાં જાય છે. સહકારી મંડળીને મળેલું ખાતર પ્રાઈવેટ કંપનીઓને અપાઈ રહ્યું છે અને પકડાયા છે. ખેડૂતોના હકને મળેલું બીજાને આપવું એ પાપ છે. યુરીયા અને ડીએપી ખાતર કંટ્રોલમાં મૂક્યું છે. પોટાશ અને ફોસ્ફરસના બજારના ભાવ પ્રોફિટના પ્રમાણે વધારે છે.
ગુજરાતની આ 13 નદીઓના પાણીને હાથ પણ ન અડાડતા, મેલી નદીઓનું લિસ્ટ આવ્યું
તેઓએ વધુમાં જણાવ્યું કે, ભાવ વધારો થયો છે કે સરકાર પોલિસીમાં ફેરફાર કરી ભાવ નિયંત્રણ પર વિચાર કરે. યુરીયા સાથે પોટાસ ખાતર અપાય છે. બનાસકાંઠામાં બટાકાના ઉત્પાદનમાં અન્ય ખાતર પણ સાથે અપાઈ રહ્યું છે. ખેડૂતને અન્ય ખાતર અપાઈ રહ્યા છે તે ખોટું છે. ખેડૂતને ઘર સુધી ખાતર પહોંચાડવા મધ્ય પ્રદેશ કામ કરી રહ્યું છે તો ગુજરાત સરકાર પણ વિચારે અને રજૂઆત કરી છે. નેનો યુરીયા સાથે અપાય છે ખેડૂતો સ્વીકારી શક્યો નથી. ખેડૂતને છાંટવાની પ્રક્રિયા મોંઘી પડી રહી છે. ડ્રોન દીદી અંતર્ગત છંટકાવ હાલ નથી કરી રહ્યા. યોગ્ય પગલાં કે સંકલન સરકાર કરી રહી નથી. તાલુકાથી જિલ્લા કક્ષાએ જરૂરી લાગશે તો રસ્તા પર આવશે. ભાવ વધારો પાછો ખેંચશે નહીં અને ખાતર વિતરણ પગલાં નહીં ભરાય તો રસ્તા પર આવશે કિસાન સંઘ.
કૃષિ મંત્રીએ શું કહ્યું...
ખાતરની અછતને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં ખાતરની એટલી અછત નથી. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન થયું છે. રાજ્યમાં ખાતરની એટલી અછત નથી. ખાતરનો સ્ટોક આવતો રહે છે અને વિતરણ પણ થતું રહે છે.
રાજ્યના ખેડૂતો પર આવ્યો વધુ એક બોજ
ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો. વર્ષ 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના છ મહિના બાદ જુલાઈના અંતમા ફરીથી ખાતરના ભાવ વધારી દેવાયા છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે. ઈફકો કંપની દ્વારા NPK ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો કરાયો છે.
હવે હાર્દિકસિંહ જાડેજાનું સત્ય સામે આવશે, રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા પકડાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે