Home> Agriculture
Advertisement
Prev
Next

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયા

Gujarat Farmers : વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાયની થઈ મોટી જાહેરાત... ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી....

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયા

Gujarat Government : આ વર્ષે અતિવૃષ્ટિને લઈને આખરે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકશાનીમાં સહાયની જાહેરાત કરાઈ છે. ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે ચર્ચા થઈ હતી. પાક નુકસાની અને રાસાયણિક ખાતરની અછત બાબતે કેબિનેટમાં  ચર્ચા વિચારણા કરાઈ હતી. 

fallbacks

ઓગષ્ટ-ર૦ર૪માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરેલ છે. 

ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની રજા પર મોટી જાહેરાત

 

  • ૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચૂકવવા આવશે
  • ૧૩૬ તાલુકાઓના 8 લાખ ખેડૂતો નો સમાવેશ

fallbacks

ઓગસ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલઃ ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ૧૪૧૯.૬૨ કરોડ પૈકી રૂ.૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે.

આ વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસના સમય‌ની આ સહાય છે. અત્યારે જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં પણ તાત્કાલિક સર્વ કરીને સહાય માટે મુખ્યમંત્રી નિર્ણય લેશે. ખેડૂતોની જે જમીન ધોવાણ થયું છે તેનો સર્વ કામગીરી ચાલુ છે તેનો રિપોર્ટ આવ્યા બાદ સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવામાં આવશે. કેન્દ્રીય ટીમની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડનું મેમોરેન્ડમ આપવામાં આવ્યું હોવાનો સરકારે સ્વીકાર કર્યો. પાક, જમીન ધોવાણ, રોડ રસ્તા સહિતના નુકસાનનું વળતર કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડ નુ મેમોરેન્ડમ આપ્યું છે. જમીન ધોવાણ સંદર્ભે સર્વે કરી સહાય ચૂકવાશે. ગુજરાત સરકારે ભારે વરસાદના કારણે થયેલા નુકશાન પર મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. રોડ રસ્તા, કૃષિ સહીત વિવિધ નુકશાની માટે રૂપિયા ૯ હજાર કરોડ ની નુકશાનીનું મેમોરેન્ડમ કેન્દ્રને સોંપાયું. 

ગુજરાતની આ ગાય અને ભેંસ જે ઘરમાં હોય ત્યાં દૂધની નદીઓ વહે છે, આપે છે સૌથી વધુ દૂધ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More