Fertilizer: આ ઋતુ દરમિયાન દૂધીના વેલામાંથી દૂધી ખરી જવાની સમસ્યા આવે છે. આ સમસ્યાને દુર કરવા માટે ખેડૂતો ઘરે જ જૈવિક ઉત્પાદ તૈયાર કરી શકે છે. જૈવિક રીતે તૈયાર કરેલા આ ઉત્પાદ ખૂબ જ પ્રભાવી હોય છે. તેનાથી દૂધીના પાકને નડતી સમસ્યાઓ દુર થઈ જાય છે. જો તમે ઘરે કિચન ગાર્ડનમાં પણ દૂધી વાવી હોય તો આ ઉપાય તમે પણ અપનાવી શકો છો.
આ પણ વાંચો: Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ખેડૂતો ઠંડીની ઋતુમાં દૂધીની ખેતી મોટા પ્રમાણમાં કરે છે. દૂધીનો ઉપયોગ ભોજનની સાથે વાળ અને ત્વચાના સૌંદર્ય ઉત્પાદનો માટે પણ કરવામાં આવે છે. લોકો દૂધીના વેલા ઘરમાં પણ લગાવતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે દૂધીના વેલામાં ફળ ઓછા આવે છે અથવા તો તે નાના હોય ત્યાં જ ખરી જાય છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે ઘરે જ ખાસ ખાતર બનાવી શકો છો. આ ખાતરની મદદથી દૂધીના વેલામાં મબલખ પાક આવશે.
આ પણ વાંચો: ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
દૂધીનો પાક સારો આવે તે માટે લીમડાના પાન, હળદર, લસણ અને ગાયના છાણાની રાખમાંથી લિક્વિડ ફર્ટિલાઈઝર બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઘરગથ્થુ વસ્તુઓની મદદથી જે ખાતર તૈયાર થશે તે દૂધીમાં કીડા પણ લાગવા નહીં દે અને તેનાથી પાક પણ સારો આવશે.
આ લિક્વિડ ફર્ટીલાઈઝર તમે ઘરે આરામથી તૈયાર કરી શકો છો. તેના માટે એક મુઠ્ઠી લીમડાના પાન, 1 ચમચી હળદર, 1 લસણની પેસ્ટ બનાવી 1 લીટર પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં છાણાની રાખ ઉમેરી મિક્સ કરો.
આ પણ વાંચો: Rose Plant: ગુલાબના છોડમાં ઝડપથી ફુલ ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ડાળીએ ડાળીએ ખીલશે ગુલાબ
તૈયાર કરેલા લિક્વિડ ફર્ટીલાઈઝરને ઉમેરતા પહેલા દૂધીના વેલાની આસપાસ જમીન થોડી ખોદી લેવી. ત્યારબાદ તેમાં લિક્વિડ ફર્ટીલાઈઝર તેમાં રેડવું. આ ફર્ટિલાઈઝરનો ઉપયોગ મહિનામાં 1 વાર જ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે