Home> Agriculture
Advertisement
Prev
Next

ખેડૂતો સાથે મજાક! મહામહેનત પકવેલી શેરડી સામે સુગર મિલોએ પૂરતા ભાવ ન આપ્યા, મોંઘવારીમાં શું કરશે

Sugarcane Prices Decalre By Sugar Mills : દક્ષિણ ગુજરાત સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ : સુગર મિલો ફરી ભાવ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ સાથે માંગરોળ મામલતદારને અપાયું આવેદન પત્ર
 

ખેડૂતો સાથે મજાક! મહામહેનત પકવેલી શેરડી સામે સુગર મિલોએ પૂરતા ભાવ ન આપ્યા, મોંઘવારીમાં શું કરશે

Gujarat Farmers સંદીપ વસાવા/સુરત : તાજેતરમાં દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મિલો દ્વારા 1 એપ્રિલ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા હતા. જે ભાવ ખેડૂતોને પોષય એમ નથી, જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ નથી આપતી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

fallbacks

હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદાર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વિવિધ સુગરો દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે. જેના પર નજર કરવામાં આવે તૉ દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બારડોલી 3524, મઢી 3225, ગણદેવી 3605, ચલથાણ 3206, સાયણ 3356, કામરેજ 3351, મહુવા 3233 અને પંડવાઈ 3101 રૂ. ટન દીઠ ભાવ પાડ્યો હતો. 

ગુજરાતમાં વરસાદની આગાહી: હીટવેવ વચ્ચે 10 અને 11 એપ્રિલે આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ

મહત્વનું છે કે ખેડૂતોએ રોષ ભેર જણાવી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે MSP જાહેર કરવામાં આવી છે તેના કરતાં પણ ઓછા ભાવ ચૂકવી રહ્યા છે. તેમજ શેડળી કોલા એટલે ગોળ બનાવતા કોલાના સંચાલકો દ્વારા પણ 3500 થી લઈ ને 4000 હજાર સુધીનો ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે. ત્યારે આટલા મોટા ભાવ તફાવતના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. 

જોકે માંગરોળ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જયારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં 50 થી 200 રૂ ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે. જોકે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા હતા કે સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ ડૂબશે. જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. 

Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર : પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી

માંગરોળ ખેડૂત સમાજ આગેવાન તેમજ ખેડૂતો આગેવાનો પણ હાજર રહી જોકે હાલમાં સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા એ ભાવ સામે ખેડૂતોએ નારાજગી નોંધાવી માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી ફરી સુગર મિલો ભાવને લઇ ફેર વિચારણા કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More