Home> Agriculture
Advertisement
Prev
Next

Farming Tips: કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો હોય લાખોમાં

Farming Tips: કારેલા દૂધી જેવા શાકભાજીની ડિમાન્ડ બારેમાસ બજારમાં હોય છે. કારેલા અને દુધીની ખેતી જો એક એકર જગ્યામાં કરવામાં આવે તો ખેડૂતને ખેતીથી લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો નફો થઈ શકે છે. 

Farming Tips: કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો હોય લાખોમાં

Farming Tips: કારેલા દૂધી જેવા શાકભાજીની ડિમાન્ડ બારેમાસ બજારમાં હોય છે. આવા શાકભાજીની ખેતી કરવી ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે. તેનું મુખ્ય કારણ છે કે આ શાકભાજીના ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે અને સમય પણ ઓછો લાગે છે. તેની સામે પાક તૈયાર થઈ ગયા પછી સારો એવો નફો મળે છે. 

fallbacks

આ પણ વાંચો: ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય

ખેડૂતોનું પણ માનવું છે કે કારેલા અને દુધીની ડિમાન્ડ બારેમાસ હોવાથી તેમને સારો નફો થાય છે. દેશી કારેલા અને દુધીની સરખામણીમાં હાઇબ્રીડ પ્રકારોનું ઉત્પાદન વધારે થાય છે અને ખેડૂતોને નફો પણ વધારે મળે છે. યુપી સહિતના રાજ્યોમાં ખેડૂતો દૂધી અને કારેલાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 

આ પણ વાંચો: એલોવેરા સાથે આ 2 વસ્તુઓ ખાવાનું શરુ કરો, થોડા જ દિવસોમાં લટકતું પેટ અંદર જતું રહેશે

દુધી અને કારેલા જેવા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે પારંપરિક પાકોની ખેતીને છોડીને તેમણે દૂધીની ખેતી કરવાની શરૂઆત કરી હતી. આ ખેતીમાંથી તેમને વધારે નફો મળે છે. કારેલા અને દુધીની ખેતી જો એક એકર જગ્યામાં કરવામાં આવે તો ખેડૂતને ખેતીથી લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો નફો થઈ શકે છે. જેના કારણે ખેડૂતો ઘઉં સહિતના પાકોની ખેતીને બદલે દુધી કારેલા જેવા શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. 

આ પણ વાંચો: કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત

એક એકરની જગ્યામાં જો કારેલા અને દુધીની ખેતી કરવામાં આવે તો તેમાં અંદાજે એક વીઘામાં 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. દુધી અને કારેલાની ખેતી કરવી હોય તો તેના બી થી લઈને જંતુનાશક દવાઓ અને વેલા બાંધવા માટેના માચડા ઉભા કરવામાં વધારે ખર્ચ થાય છે. પરંતુ પાક તૈયાર થયા પછી એક થી દોઢ લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ખાસ વાત એ છે કે કારેલા અને દુધીની ડિમાન્ડ બારેમાસ હોય છે જેના કારણે ખેડૂતોને સારી આવક થાય છે. 

આ પણ વાંચો: Ghee: ગરમ તવા પર ઘી રેડવું હાનિકારક, પરોઠા બનાવતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ ?

કારેલા અને દુધી જેવા શાકભાજીની ખેતી કરવી હોય તો સૌથી પહેલા ખેતર ખેડી બે થી ત્રણ ફૂટની દોરી પર કારેલા અને દુધીના બી વાવવામાં આવે છે. જ્યારે વેલા મોટા થવા લાગે તો તેમાં સિંચાઈ શરૂ કરવાની હોય છે. ત્યાર પછી વેલાને ઉપર ચડાવવા માટે વાંસ અને દોરી નું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય છે સ્ટ્રક્ચર પર બધા જ વેલારે ચડાવી દેવામાં આવે છે. વાવણી કર્યાના દોઢથી બે મહિનામાં જ વેલામાં ફૂલ આવવા લાગે છે અને થોડા જ સમયમાં કારેલા અને દુધી પણ ઉગવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More