Home> Business
Advertisement
Prev
Next

માત્ર 130 રૂપિયામાં કંપનીઓ આપી રહી છે અનલિમિટેડ કોલિંગ-ઇન્ટરનેટ ડેટા અને અન્ય બેનિફિટ્સ

જો તમે ઓછા પૈસા ખર્ચ કરી ફ્રી કોલિંગ અને વધુ ઇન્ટરનેટ (Internet) ડેટાનો ફાયદો મેળવવા ઇચ્છો તો આ સમાચારતમારા માટે ખાસ છે. આજે અમે તમને કેટલાક એવા પ્રીપેડ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવી રહ્યા છીએ

માત્ર 130 રૂપિયામાં કંપનીઓ આપી રહી છે અનલિમિટેડ કોલિંગ-ઇન્ટરનેટ ડેટા અને અન્ય બેનિફિટ્સ

નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા ખર્ચ કરી ફ્રી કોલિંગ અને વધુ ઇન્ટરનેટ (Internet) ડેટાનો ફાયદો મેળવવા ઇચ્છો તો આ સમાચારતમારા માટે ખાસ છે. આજે અમે તમને કેટલાક એવા પ્રીપેડ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવી રહ્યા છીએ જે ફક્ત તમારા બજેટમાં જ નહીં, પરંતુ હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ સાથે તમને ઘણાં બેનિફિટ્સ પણ આપશે.

fallbacks

ઓછા ખર્ચમાં સૌથી વધુ ફાયદો
ખરેખર, પોતાના કસ્ટમર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi) એ સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની કિંમત 130 રૂપિયાથી ઓછી છે. આ પ્લાન્સની સાથે મળતા બેનિફિટ્સ લોકોને ઘણાં પસંદ આવી રહ્યા છે અને માર્કેટમાં આ પ્લાન્સની ડિમાન્ડ વધવા લાગી છે.

આ પણ વાંચો:- સારા સમાચાર! વધી શકે છે Retirement ની ઉંમર અને Pension ની રકમ, જાણો શું છે સરકારની યોજના

એરટેલનો 129 રૂપિયાનો પ્લાન
એરટેલના 129 રૂપિયાના પ્લાન એક્ટિવ કરવા પર કસ્ટમર્સને ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે 1 GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આ પ્લાનની માન્યતા 24 દિવસ છે. નોંધવાની વાત એ છે કે, આ ડેટા દરરોજ મળતો નથી, પરંતુ તે એકસાથે ક્રેડિટ કરવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સને 300 ફ્રી SMS સુવિધા પણ મળે છે. એટલું જ નહીં, તમને પ્રાઇમ વીડિયોનું (Prime Video) 30 દિવસનું ફ્રી ટ્રાયલ, Wynk Music અને એરટેલ એક્સસ્ટ્રીમનું (Airtel Xstream) સબ્સ્ક્રિપ્શન અને મફત હેલો ટ્યુન્સ (Hello Tunes) જેવા ફાયદા છે.

આ પણ વાંચો:- BGMI Game ને 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરતા કંપની આપી રહી છે Rewards

Jio નો 129 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોએ તાજેતરમાં 129 રૂપિયાનો પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે એરટેલ કરતા 4 દિવસ વધુ. આ પ્લાનને એક્ટિવ કરવા પર યુઝર્સને કુલ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામાં આવે છે. એટલું જ નહીં, 300 ફ્રી SMS સુવિધા પણ યુઝર્સને આપવામાં આવે છે. આ ઉપરાંત, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud જેવી Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.

આ પણ વાંચો:- Redmi ના 108 MP કેમેરાવાળા ફોન પર મળશે ધમાકેદાર Discount, જાણો Offers

Vi નો 129 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયા (Vi) ના પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં પણ Jio ની જેમ કુલ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમને કુલ 300 ફ્રી SMS મળશે. જો કે, અહીં એક ફાયદો ઓછો કરવામાં આવ્યો છે. વોડાફોન-આઈડિયા તેના 129 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં કોઈપણ OTT પ્લેટફોર્મ અથવા એપ્લિકેશન્સને સબ્સ્ક્રિપ્શન આપતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More