Demonetisation in India: ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ હવે 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડશે નહીં. હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.
એક બે રૂપિયા નહીં 3.50 લાખ કરોડ રૂપિયા જમા કરાવવા પડશે, બેન્કોમાં લાગશે લાઈનો
સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G
— ANI (@ANI) May 19, 2023
કારણ કે સ્થિતિ નોટબંધી જેવી નથી. આરબીઆઈએ કહ્યું કે જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તેઓ 30 સપ્ટેમ્બરથી બેંકમાં જઈને બદલી શકશે. હવે જાણો આ નિર્ણયની મોટી બાબતો. આરબીઆઈએ કહ્યું કે જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે, તેઓ તેને પોતાના બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા તેઓ કોઈપણ બેંકની શાખામાં જઈને અન્ય ચલણી નોટો બદલાવી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ સામાન્ય રકમની જેમ જ બેંકમાં જમા કરાવી શકાય છે.
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
આરબીઆઈએ કહ્યું છે કે બેંક શાખાઓના નિયમિત કામમાં કોઈપણ પ્રકારની દખલગીરી ટાળવા માટે, 2,000 રૂપિયાની નોટ એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી અન્ય ચલણમાં બદલી શકાય છે. એટલે કે એક સમયે 2000 રૂપિયાની માત્ર 10 નોટ જ બદલી શકાશે. રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ, લોકો પાસે આ પ્રક્રિયાને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પૂરતો સમય છે. 2000ની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે. બેંકોને અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
2000 Note Update News: આ તારીખ યાદ રાખો, 2000ની નોટ બદલવાની આ છે છેલ્લી તારીખ!
બેંકો ઉપરાંત RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં પણ 23 મેથી 2000 રૂપિયાની નોટો બદલી શકાશે. રિઝર્વ બેંકે તાત્કાલિક અસરથી બેંકોને 2000 રૂપિયાની નોટ આપવાનો ઇનકાર કરી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે