Home> Business
Advertisement
Prev
Next

Google પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યું છે 24 વર્ષીય વસુંધરા ઓસવાલનું નામ, ઈશા અંબાણીને ટક્કર મારે તેવી છે લાઈફસ્ટાઈલ

Vasundhara Oswal: Google પર હાલ વસુંધરા ઓસવાલ નામને ખૂબ જ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ નામની ચર્ચા એટલા માટે છે કે વસુંધરા ઓસવાલ 24 વર્ષની ઉંમરે તેની લાઈફસ્ટાઈલ અને ઘરને લઈને ચર્ચામાં આવી છે. વસુંધરા ઓસવાલ દુનિયાના 10 સૌથી મોંઘા ઘરમાંથી એકની માલિક બની છે. નાની ઉંમરમાં વસુંધરા ઓસવાલે ઉદ્યોગ જગતમાં મોટું નામ બનાવી લીધું છે.

Google પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યું છે 24 વર્ષીય વસુંધરા ઓસવાલનું નામ, ઈશા અંબાણીને ટક્કર મારે તેવી છે લાઈફસ્ટાઈલ

Billionaire Vasundhara Oswal: Google પર હાલ વસુંધરા ઓસવાલ નામને ખૂબ જ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ નામની ચર્ચા એટલા માટે છે કે વસુંધરા ઓસવાલ 24 વર્ષની ઉંમરે તેની લાઈફસ્ટાઈલ અને ઘરને લઈને ચર્ચામાં આવી છે. વસુંધરા ઓસવાલ દુનિયાના 10 સૌથી મોંઘા ઘરમાંથી એકની માલિક બની છે. નાની ઉંમરમાં વસુંધરા ઓસવાલે ઉદ્યોગ જગતમાં મોટું નામ બનાવી લીધું છે. વસુંધરા ઓસવાલ ભારતીય અરબપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલ અને રાધિકા ઓસવાલની દીકરી છે. પંકજ ઓસવાલ પોતાના પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે. 

fallbacks

આ પણ વાંચો:

આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં ટમેટા છે 25 રૂપિયે કિલો

Post Office ની શાનદાર સ્કીમ પર હવે મળશે વધુ વ્યાજ, 10K જમા કરવા પર મળશે 7 લાખ રૂપિયા

 

રેલવે સ્ટેશન પર માત્ર 100 રૂપિયામાં મળી જશે હોટલ જેવો રૂમ, આ રીતે કરો બુકિંગ

ભારતીય ઉદ્યોગપતિ પંકજ ઓસવાલે તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાના સૌથી મોંઘા 10 ઘરમાંથી એક ખરીદ્યું છે. આ ઘર ખરીદી અને પંકજ ઓસવાલે ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘરની કિંમત અંદાજે 1650 કરોડ રૂપિયા છે. આ ઘરનું નામ વિલા બારી છે. પંકજ ઓસવાલ અને રાધિકા ઓસવાલ ઓસવાલ ગૃપના માલિક છે. પંકજ અને રાધિકા ઓસવાલે આ વિલાનું નામ તેમની દીકરી વસુંધરા અને રિદ્ધિના નામ પર રાખ્યું છે.  

 

વસુંધરા ઓસ્વાલનો જન્મ 1999 માં થયો હતો. દીકરીના જન્મના બે વર્ષ પછી પંકજ ઓસવાલ તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા. વસુંધરા ઓસવાલએ પોતાનો અભ્યાસ સ્વિટ્ઝરલેન્ડ વિશ્વવિદ્યાલયમાંથી પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યાની સાથે જ નાની ઉંમરમાં તે ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગઈ. 2020 માં વસુંધરા ઓસવાલ ગ્રુપ કંપનીના બોર્ડમાં સામેલ થઈ. રિપોર્ટ અનુસાર ઓસવાલ ગૃપની કુલ સંપત્તિ 24,000 કરોડ રૂપિયાથી વધુની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More