Home> Business
Advertisement
Prev
Next

શું તમે નોકરી બદલવા માંગો છો? બહુ જ કામના અપડેટ આવ્યા છે

New Job Search : 30% થી વધુ ભારતીય કર્મચારીઓ પોતાની નોકરી બદલવા માંગે છે. જેમાં 26 થી 40 વર્ષના કર્મચારીઓને નવી નોકરીની શોધ સૌથી વધુ છે. એક સરવે અનુસાર, 1990 ના દાયકાના અંતમાં અને 2010 ના દાયકાની શરૂઆતમાં જન્મેલા લોકોની નોકરી છોડવાની શક્યતા સૌથી ઓછી છે

શું તમે નોકરી બદલવા માંગો છો? બહુ જ કામના અપડેટ આવ્યા છે

New Job Search : પીડબલ્યુસી ઈન્ડિયાની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, દેશમાં 30 ટકાથી ઓછા કર્મચારીઓ પોતાની નોકરી બદલવા માંગે છે. જ્યારે કે, 71 ટકા લોકોનું માનવુ છે કે, કરિયરમાં આગળ વધવા માટે તેમના કામની અવગણના કરવામાં આવી રહી છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કાર્યસ્થળ પર કામકાજ કરવાની રીતમાં બહુ જ બદલાવ આવ્યો છે. કંપની અને કર્મચારી બંનેની માનસિકતામાં બદલાવ જોવા મળ્યો છે. 

આ રિપોર્ટ પીડબલ્યુસીના ગ્લોબલ વર્કફોર્સ હોપ્સ એન્ડ ફિયર્સ સરવે 2022 ના પરિણામો પર આધારિત છે. આ સરવેમાં ભારતના 2608 કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમાં 93 ટકા સ્થાયી કર્મચારીઓ છે. 

આ પણ વાંચો : કોંગ્રેસના નેતાનો બેફામ વાણીવિલાસ, ભાજપનું નામ લેતા જ ભડક્યાં અને કહ્યું આવું...

સરવેમાં 34 ટકા કર્મચારીઓએ કહ્યું કે, તેમની નોકરી બદલવાની શક્યતા સૌથી વધુ છે. જ્યારે કે વૈશ્વિક સ્તર પર 19 ટકા કર્મચારીઓએ આ વાત વ્યક્ત કરી. આ ઉપરાંત 32 ટકા કર્મચારીઓ નોકરી છોડવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છે.

તો 1981 અને 1996 ની વચ્ચે પેદા થયેલા કર્મચારીઓની નવી નોકરી શોધવાની શક્યતા સૌથી વધુ છે. આવા 37 ટકા કર્મચારીઓએ સંકેત આપ્યા કે, તેઓ આગામી એક વર્ષમાં નોકરી બદલી શકે છે. 

આ પણ વાંચો : અમદાવાદીઓ જેને બટર સમજીને ખાય છે તે નીકળ્યું નકલી, રિયાલિટી ચેકમાં થયો ચોંકાવનારો ખુલાસો 

સર્વેક્ષણ અનુસાર, 1990 ના દાયકાની અંતમાં અને 2010 ના દાયકાની શરૂઆતમાં જન્મેલા કર્મચારીઓની નોકરી છોડવાની શક્યતા સૌથી ઓછી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More