Home> Business
Advertisement
Prev
Next

ગાય ખરીદશો તો 33000 અને પાક્કા તળિયા માટે મળી રહ્યા છે 8000 રૂપિયા, જાણો શું છે આ યોજના?

Himachal Govt: એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર નેહા ભારદ્વાજે મંઢિયાર ગામમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સ્થાનિક ગાય ખરીદવા માટે રૂ. 33,000 ની ગ્રાન્ટ આપવામાં આવશે. 

ગાય ખરીદશો તો 33000 અને પાક્કા તળિયા માટે મળી રહ્યા છે 8000 રૂપિયા, જાણો શું છે આ યોજના?

Himachal Govt Scheme: એક તરફ કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આર્થિક રૂપથી સશક્ત બનાવવા અને તેમની આવક વધારવા માટે ઘણી યોજનાઓ સંચાલિત કરવામાં આવી રહી છે. બીજી બાજુ ઘણી રાજ્ય સરકારે પણ આ પ્રકારની યોજનાઓ સંચાલિત કરી રહી છે. હવે હિમાચલ પ્રદેશમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને ગાય ખરીદવા માટે 33,000 રૂપિયાની સબસિડી મળશે. તેના સિવાય ગૌશાળાનું પાક્કું તળિયું બનાવવા માટે 8000 રૂપિયાની સબસિડી પણ મળશે.

fallbacks

ટાટા ટ્રસ્ટને મળી ગયા રતન ટાટાના વારસદાર, 39 લાખ કરોડના ટ્રસ્ટના આ હશે નવા ચેરમેન

કુલ 41000 રૂપિયાનો ફાયદો મળશે
એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના અધિકારીએ આ વિશે જાણકારી આપી. એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર નેહા ભારદ્વાજે મંઝિઆર ગામમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સ્થાનિક ગાય ખરીદવા માટે 33000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તેના સિવાય ગૌશાળાનું તળિયું પાક્કું કરવા માટે 8,000 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે.

ઉતાવળ કરજો, રહી ના જાવ! 256GB વાળો iPhone 15 Pro 41 હજાર રૂપિયા સસ્તો! જાણો વિગતે..

શું છે પ્રાકૃતિક ખેતી?
મંઝિયારમાં પ્રાકૃતિક ખેતી પર જાગૃતિ અને જન સંવેદીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભારદ્વાજે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરીલા કિટનાશકોનો ઉપયોગ ના કરવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી પૈદા થનાર પાક સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોય છે તથા તેમાં ખેતીનો ખર્ચ પણ ઓછો આવે છે. આ ખેતીને અપનાવીને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે તથા પર્યાવવરણ સંરક્ષણમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લગાવવી છે સોલર પેનલ? આ નંબર પર મળશે સંપૂર્ણ જાણકારી

તેમણે કહ્યું કે, દેશી ગાયોના ગોબર અને મૂત્રથી પ્રાકૃતિક ખેતીના મુખ્ય ઘટક જેવા જીવામૃત, વીજામૃત, ધનજીવામૃત તથા દેશી કીટનાશક ઘર પર જ તૈયાર કરી શકાય છે. તેમણે સ્થાનીક નસ્લની ગાયો જેવી કે સાહિવાલ, રેડ સિંધી, રાઠી, થાર અને પારકર જેવી સ્થાનિક જાતિ વિશે પણ માહિતી આપી હતી અને રાજીવ ગાંધી સ્ટાર્ટઅપ યોજના વિશે પણ જણાવ્યું હતું. કેમ્પમાં ખેડૂતોને વટાણાના બિયારણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

હરિયાણા રિઝલ્ટ: EVMની બેટરીથી રિઝલ્ટ બદલાઈ શકે, જાણો કોંગ્રેસના આરોપોમાં કેટલો છે દમ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More