Home> Business
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં સ્માર્ટફોનના વેચાણ પર 'ગ્રહણ', જૂન ત્રિમાસિકમાં 48% ઘટ્યું વેચાણ

કોરોના મહામારીના લીધે લોકડાઉનના લીધે સ્માર્ટફોનના વેચાણ પર ભારે અસર જોવા મળે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસ (Canalys)ના અનુસાર જૂન ત્રિમાસિકમાં સ્માર્ટફોન શિપમેંટ 48 ટકા ઘટીને 17.3 મિલિયન યૂનિટ રહી ગઇ છે.

કોરોનાકાળમાં સ્માર્ટફોનના વેચાણ પર 'ગ્રહણ', જૂન ત્રિમાસિકમાં 48% ઘટ્યું વેચાણ

નવી દિલ્હી: કોરોના મહામારીના લીધે લોકડાઉનના લીધે સ્માર્ટફોનના વેચાણ પર ભારે અસર જોવા મળે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસ (Canalys)ના અનુસાર જૂન ત્રિમાસિકમાં સ્માર્ટફોન શિપમેંટ 48 ટકા ઘટીને 17.3 મિલિયન યૂનિટ રહી ગઇ છે. કૈનાલિસે કહ્યું કે આ દરમિયાન સ્માર્ટફોન કંપનીઓ તથા વેચાણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન જ્યાં ઉત્પાદન ઓછું થઇ ગયું, તો બીજી તરફ ઓનલાઇન અને ઓફલાઇન રિટેલર્સને પણ ફોન વેચવાની મનાઇ કરી લીધી હતી.

fallbacks

બહારથી મંગાવ્યા ફોન
જોકે પહેલી ત્રિમાસિકમાં પ્રોડક્શન ન હોવાથી ઘણી કંપનીઓને બહારથી ફોન મંગાવીને વેચ્યા, જેથી ડિમાન્ડ બની રહે. તેમાં ઘણી ચીની કંપનીઓ પણ સામેલ છે. કૈનાલિસની વિશેષજ્ઞ મધુમિતા ચૌધરીને કહ્યું કે ભારતીય સ્માર્ટફોન બજારમાં રિકવરી માટે હજુ પણ પથરાળ માર્ગ છે. કંપનીઓમાં કર્મચારીઓને ખોટના કારણે ઉત્પાદન પર અસર પડી અને બીજી તરફ વેચાણ વધુ થયું નહી.

કૈનાલિસસે કહ્યું કે એપ્પલ (Apple) 10 ટોચના વિક્રેતાઓ વચ્ચે વિક્રેતાઓ વચ્ચે સૌથી ઓછા પ્રભાવિત હતા કારણ કે 2020ની બીજી ત્રિમાસિક્માં શિપમેન્ટ 20% વાર્ષિક દરથી ઘટીને 2,50,000થી વધુ થઇ ગઇ છે. વિક્રેતાએ તાજેતરમાં જ પોતાની સપ્લાઇ ચેનમાં વિવિધતા લાવવા માટે પોતાની યોજનાઓની જાહેરાત કરી છે. ભારતમાં પોતાના રોકાણને વધારવા માટે પોતાના મુખ્ય ભાગીદારો ફોક્સકોન અને વિસ્ટ્રોનને આગળ વધારી રહ્યું છે.

''વિક્રેતા ઉપભોક્તાઓને 'મેડ ઇન ઇન્ડીયા'નો સંદેશ આપી રહ્યા છે અને પોતાની બ્રાંડને 'ભારત-પ્રથમ'ના રૂપમાં રજૂ કરવા માટે ઉત્સુક છે. સેમસંગ, નોકિયા, અથવા અહીં સુધી એપ્પલ કદાચ પ્રતિસ્પર્ધી છે, કૈનાલીસ રિસર્ચ એનાલિસ્ટ અદૈત માર્ડીકરે કહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More