Home> Business
Advertisement
Prev
Next

તમે પણ રોકડમાં કરી રહ્યાં છો ટ્રાન્ઝેક્શન તો આવી શકે છે Income Tax ની નોટિસ, જાણો લો નિયમો, બાકી ફસાઈ જશો

જો તમે એક લિમિટમાં કેશમાં ખરીદી કરો તો સમસ્યા નથી પરંતુ જો આ લિમિટ બાર તમે કેશ રૂપિયાનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી તમારી પાસે જવાબ માંગી શકે છે. 

તમે પણ રોકડમાં કરી રહ્યાં છો ટ્રાન્ઝેક્શન તો આવી શકે છે Income Tax ની નોટિસ, જાણો લો નિયમો, બાકી ફસાઈ જશો

Income Tax Notice: દેશમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે પરંતુ હજુ ઘણા લોકો કેશમાં ટ્રાન્ઝેક્શન કરવા પર વિશ્વાસ કરે છે. તેનું મોટું કારણ છે કે દેશમાં મોટા ભાગના પરિવાર જૂની રીતે જેમ કે ઘરમાં કેશ રાખવા, કેશ આપીને ગોલ્ડ જ્વેલરી ખરીદવી કે મોટી ખરીદી પર વિશ્વાસ રાખે છે. આમ કરવાનું એક કારણ છે કે તે ઈન્કમટેક્સની રડારથી દૂર રહેવા ઈચ્છે છે. તે વિભાગની નજરમાં આવવા ઈચ્છતા નથી. આમ તો તમે એક લિમિટમાં કેશમાં ખરીદી કરી શકો છો પરંતુ એક નક્કી લિમિટ બાદ રોકડમાં ચૂકવણી કરી શકતા નથી. આમ કરવું તમને ભારે પડી શકે છે. આવો જાણીએ તમારે કઈ જગ્યાએ પેમેન્ટ કરતા ધ્યાન રાખવું જોઈએ. 

fallbacks

1. બેન્ક એકાઉન્ટમાં કેશ જમા કરવા
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુની કેશ જમા કરાવે છે, તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવાની હોય છે. તમે એક નક્કી લિમિટ કરતા વધુ પૈસા જમા ન કરાવી શકો, બાકી તમારે આવકવેરા વિભાગને આ નાણાના સ્ત્રોત વિશે જણાવવું પડશે. 

2. કેશ દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવી
જો તમે 10 લાખ રૂપિયાથી વધુની કેશ જમા કરી એફડી કરાવો છો તો આવકવેરા વિભાગ સોર્સ પૂછશે. 

આ પણ વાંચોઃ Mutual Fund ની નવી સ્કીમથી બનશે વેલ્થ, ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ, જાણો SIP ડીટેલ

3. એક લિમિટ બાદ કેશમાં પ્રોપર્ટી ખરીદવી
જો તમે પ્રોપર્ટી ખરીદવા સમયે 30 લાખ રૂપિયા કે તેથી વધુનું કેશ ટ્રાન્ઝેક્શન કર્યું છે તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તેની જાણકારી આવકવેરા વિભાગને આપશે. ત્યારબાદ વિભાગ તમારી પાસે આ પૈસાની જાણકારી માંગશે. 

4. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ
જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ 1 લાખ રૂપિયા કે તેથી વધુનું હોય અને તમે કેશમાં ભરો છો તો આવકવેરા વિભાગ તમારી પાસે માહિતી માંગી શકે છે. 

5. શેર મ્યૂચુઅલ ફંડ, ડિબેન્સર કે બોન્ડ ખરીદવા
જો શેર બજાર, મ્યૂચુઅલ ફંડ, ડિબેન્ચર કે બોન્ડ ખરીદવા માટે કેશનું અમાઉન્ટ એક લિમિટથી વધુ વાપરો તો તમને આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે. આવી સ્થિતિમાં ઈકનમ ટેક્સ વિભાગ તમને આ પૈસા વિશે પૂછી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More