Home> Business
Advertisement
Prev
Next

Mandatory Six Airbags Rule: હવે 1 ઓક્ટોબર 2023થી કારોમાં 6 એરબેગ ફરજીયાત, નીતિન ગડકરીની જાહેરાત

Mandatory Six Airbags Rule: 1 ઓક્ટોબર 2023થી પેસેન્જર કારોમાં છ એરબેગનો નિયમ લાગૂ થઈ જશે. રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે. 

Mandatory Six Airbags Rule: હવે 1 ઓક્ટોબર 2023થી કારોમાં 6 એરબેગ ફરજીયાત, નીતિન ગડકરીની જાહેરાત

નવી દિલ્હીઃ 6 Airbags Mandatory: 1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર કારોમાં 6 એરબેગનો નિયમ લાગૂ થઈ જશે. રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે પેસેન્જર કારમાં 6 એરબેજને જરૂરી  કરવાનો નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી લાગૂ કરવામાં આવશે. આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

fallbacks

નીતિન ગડકરીએ ટ્વીટમાં આ નિર્ણયની જાણકારી આપતા લખ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીની સામે વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યા અને તેના મેક્રો ઇકોનોમિક સ્થિતિને ધ્યાનમાં રાખતા તે નક્કી કરવામાં આવ્યું છે કે પેસેન્જર ગાડીઓમાં 6 એરબેગનો નિયમ એક ઓક્ટોબર, 2023થી ફરજીયાત કરવામાં આવશે. 

રોડ પરિવહન મંત્રીએ આગળ ટ્વીટમાં લખ્યું કે કોઈ પેસેન્જર વ્હીકલમાં યાત્રા કરી રહેલા બધા યાત્રીકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે ભલે તે ગમે તે કિંમત અને વેરિએન્ટ પણ હોય.

આ પણ વાંચોઃ PM Kisan યોજના લાભાર્થીઓને તગડો ઝટકો! સરકારે બંધ કરી આ મોટી સુવિધા

હકીકતમાં ભારતીય રસ્તા પર ચાલતી લાખો ગાડીઓમાંથી માત્ર કેટલીક કારોમાં જ 6 એરબેગની સુવિધા મળી રહી છે. દેશમાં 10 ટકાથી ઓછી કારોમાં છ એરબેસ ફીચર્સની સુવિધા છે. કોઈપણ પેસેન્જર ગાડીઓમાં એરબેજને સૌથી જરૂરી સુરક્ષા કવચના રૂપમાં જોવામાં આવે છે. અત્યારે માત્ર મોંઘી ગાડીઓમાં છ એરબેગની સુવિધા ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More