Home> Business
Advertisement
Prev
Next

7th Pay Commission: 18 મહિનાના DA એરિયર પર મહત્વના સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓને લાગશે મોટો ઝટકો, જાણો સરકારે શું કહ્યું?

7th Pay Commission: સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. જો તમે પણ 18 મહિનાના ડીએ એરિયરની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. નાણા મંત્રાલય તરફથી રાજ્યસભામાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. 

7th Pay Commission: 18 મહિનાના DA એરિયર પર મહત્વના સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓને લાગશે મોટો ઝટકો, જાણો સરકારે શું કહ્યું?

7th Pay Commission: સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. જો તમે પણ 18 મહિનાના ડીએ એરિયરની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. નાણા મંત્રાલય તરફથી રાજ્યસભામાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે કર્મચારીઓને તેમના 18 મહિનાના અધ્ધર લટકેલા ડીએ એરિયરના પૈસા મળશે નહીં. 

fallbacks

નહીં મળે પૈસા
સરકારે જાણકારી આપતા કહ્યું કે કર્મચારીઓને ત્રણ ભાગમાં પૈસા આપવામાં આવશે નહીં. આ પ્રકારની સરકાર તરફથી હાલ કોઈ પણ જોગવાઈ નથી. આ ડીએ એરિયરના પૈસા મહામારી સમયના છે, કોરોના કાળમાં સરકારે ડીએ એરિયર અને પેન્શનર્સના ડીઆરને રોક્યું હતું. 

નાણા રાજ્યમંત્રીએ આપી જાણકારી
રાજ્યસભા સાંસદ નારણભાઈ જે રાઠવાએ સવાલ પૂછ્યો કે શું સરકાર કર્મચારીઓને તેમના ડીએ એરિયરના પૈસા આપશે તો આ સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ તરફથી 18 મહિનાના ડીએ એરિયર અંગે અનેક માંગણીઓ કરવામાં આવી છે. પરંતુ કોરોના કાળમાં પ્રતિકૂળ નાણાકીય પ્રભાવના કારણે આ પૈસાને જારી કરવાનો કોઈ પ્લાન નથી. 

કર્મચારી યુનિયન છે નારાજ
સરકાર તરફથી આવેલા આ રિએક્શનથી કર્મચારી યુનિયન બિલકુલ ખુશ નથી. તેમનું કહેવું છે કે આ પૈસા રોકી શકાય નહીં. કોરોનાકાળમાં ડીએ ન વધવા છતાં કર્મચારીઓએ કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે સરકારના આ સમયગાળાના મોંઘવારી ભથ્થા જારી ન કરવાથી લગભગ 34000 કરોડ રૂપિયાની બચત થઈ છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

નવા વર્ષમાં ફરીથી વધશે ડીએ
કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી 2020થી 30 જાન્યુઆરી 2021 વચ્ચે 18 મહિનાના ડીએ એરિયરના પૈસા હજુ સુધી આપ્યા નથી અને હાલ સરકારે આ પૈસા આપવાનો ઈન્કાર કર્યો છે. અત્યારે કર્મચારીઓને 38 ટકાના દરથી ડીએ મળી રહ્યું છે અને જલદી જાન્યુઆરી મહિનામાં એટલે કે નવા વર્ષમાં એકવાર ફરીથી ડીએમાં વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More