Home> Business
Advertisement
Prev
Next

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી ભેટ, મોંઘવારી ભથ્થામાં થયો વધારો, જાણો કેટલો વધશે પગાર

DA Hike 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની આતૂરતાનો અંત આવી ગયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

 DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી ભેટ, મોંઘવારી ભથ્થામાં થયો વધારો, જાણો કેટલો વધશે પગાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધી 55 ટકા થઈ ગયું છે. મહત્વનું છે કે આ વધારો સાતમાં પગાર પંચ પ્રમાણે થયો છે. સરકારે આઠમાં પગાર પંચની પણ જાહેરાત કરી દીધી છે. નવા પગાર પંચની ભલામણો 2026ના જાન્યુઆરી મહિનાથી લાગૂ થઈ શકે છે.

fallbacks

વર્ષમાં બે વખત થાય છે વધારો
સાતમાં પગારપંચની ભલામણો પ્રમાણે વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. આ વધારો છ મહિનાના આધારે થાય છે. છેલ્લે જુલાઈ 2024માં કર્મારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારી 53 ટકા કરવામાં આવ્યું હતું. હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો છે. 

આ પણ વાંચોઃ 38માંથી 35 નિષ્ણાતોએ કહ્યું- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદો, નફો થશે

મળશે બે મહિનાનું એરિયર
સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચ મહિનામાં કરી છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું ભથ્થું એરિયર તરીકે મળશે. આવો કેલકુલેશન પ્રમાણે જોઈએ આ વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે.

જો કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હતો, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં દર મહિને 380 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે 2 મહિનાનું એરિયર્સ એટલે કે 760 રૂપિયા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More