Home> Business
Advertisement
Prev
Next

7th Pay Commission: નવરાત્રિ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, આ દિવસે સરકાર મોંઘવારી ભથ્થામાં કરશે વધારો

કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મહિને મોટી ખુશખબર આવવાની છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરશે, જેનાથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે.

 7th Pay Commission: નવરાત્રિ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, આ દિવસે સરકાર મોંઘવારી ભથ્થામાં કરશે વધારો

DA Hike Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મહિને ખુશીના સમાચાર આવવાના છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવાની છે, જેનાથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે. દર વર્ષે જુલાઈમાં સપ્ટેમ્બર વચ્ચે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરનાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે અને આ વખતે પણ તેને રાહત મળવાની ઈચ્છા છે. સાતમાં પગાર પંચ મુજબ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. આ વખતે વધારાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. સરકાર તેની જાહેરાત 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠક બાદ કરી શકે છે. 

fallbacks

ક્યારે થશે જાહેરાત?
મીડિયા રિપોર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની સંભાવના છે. તેનો આધાર જાન્યુઆરીથી જૂન 2024 સુધીના AICPI IW ઈન્ડેક્સના આંકડા છે. જૂનના ઈન્ડેક્સમાં 1.5 પોઈન્ટનો વધારો થયો છે, ત્યારબાદ તે નક્કી થઈ ગયું કે જુલાઈ 2024થી કર્મચારીઓને ડીએમાં 3 ટકાનો વધારો મળશે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પિતૃ પક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણો 

પગારમાં કેટલો થશે વધારો?
મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાથી કર્મચારીઓને પગારમાં સીધો ફાયદો થશે. ઉદાહરણ તરીકે જે કર્મચારી 50,000 માસિક વેતન મેળવે છે, તેના પગારમાં લગભગ 1500 રૂપિયાનો વધારો થશે. આ વધારાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને વધતી મોંઘવારીના સમયમાં મોટી રાહત મળશે. 

જાન્યુઆરી 2024માં કેટલું વધ્યું હતું DA?
આ પહેલા જાન્યુઆરી 2024માં કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચી ગયું હતું. તે સમયે કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળી હતી. સામાન્ય રીતે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત લાગૂ થાય છે. પરંતુ તેની જાહેરાત બાદમાં કરવામાં આવે છે. તેથી કર્મચારીઓને એરિયર પણ આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More