નવી દિલ્હી : 7મા પગાર પંચ મામલે કરાયેલી ભલામણોને ધ્યાને લેતાં મોદી સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. અમારી સહયોગી વેબ સાઇટ ઝીબીઝના સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર કર્મચારીઓને લઘુત્તમ વેતન વધારવાની જાહેરાત કરી શકે એમ છે. જે અંગે આ મહિનાના અંત સુધીમાં કોઇ નિર્ણય લેવાઇ શકે છે.
જોકે કેન્દ્રએ પહેલા જ પોતાના કર્મચારીઓને લઘુત્તમ વેતન 18000 રૂપિયા સુધી કર્યું છે પરંતુ એને વધારીને 26000 કરવાની સરકારને ભલામણ કરવામાં આવી છે.
ઝી બીઝના સુત્રો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર વધવાથી લઘુત્તમ વેતનમાં પણ વધારો થશે. સરકાર કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરી શકે છે. જો એવું થાય છે કે કર્મચારીઓને લઘુત્તમ પગારમાં 8 હજાર રૂપિયાનો વધારો થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે