Home> Business
Advertisement
Prev
Next

7મું પગાર પંચ: આ રાજ્ય સરકાર આપશે કેંદ્રની સમકક્ષ પગાર, પ્રથમ વખત બનશે આવું!

7th-pay-commission :ત્રિપુરામાં કામ કરી રહેલા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓ માટે સાતમા પગાર પંચને લાગૂ કરવાની ભલામણ કરી છે. 

7મું પગાર પંચ: આ રાજ્ય સરકાર આપશે કેંદ્રની સમકક્ષ પગાર, પ્રથમ વખત બનશે આવું!

નવી દિલ્હી: 7th-pay-commission :ત્રિપુરામાં કામ કરી રહેલા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓ માટે સાતમા પગાર પંચને લાગૂ કરવાની ભલામણ કરી છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે, કે કર્મચારીઓના પગારમાં વધારો કેન્દ્રીય કર્મચારીઓ જેટલો જ હશે. જો આવુ થાય તો ત્રિપુરા દેશનું પહેલું એવું રાજ્ય હશે જ્યાં રાજ્યના કર્મચારીઓ અને કેન્દ્રના કર્મચારીઓનું વેતન સમકક્ષ હશે. 

fallbacks

આ કરાણે આવે છે વેતનમાં ફર્ક 
અમારી સહયોગી વૈબસાઇટ www.zeebiz.com/hindi અનુસાર કર્મચારી નેતાઓનું કહેવું છે, કે રાજ્ય અને કેન્દ્રમાં નિયુક્ત એક જ કૈડરના કર્મચારીઓના પગારમાં 4થી5 હજાર રૂપિયાનો સીધો ફર્ક પડી જાય છે. આ અંતર એ માટે હોય છે, કે કેન્દ્રીય કર્મચારીઓને મળનારા એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ જે -તે રાજ્ય અલગથી આપે છે. જ્યારે સાતમાં પગાર પંચમાં બંન્ને સ્તરના કર્મચારીઓની બેઝિક સેલરી સરખી રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ભથ્થાંમાં તફાવત હોવાને કારણે પગાર અને બેઝિક વચ્ચેનો તફાવત 5 હજાર રૂપિયા જેટલો થઇ જાય છે.

વધુ વાંચો...મોદી સરકાર વેચી રહી છે સસ્તુ ગોલ્ડ: 3 દિવસની છે ઓફર, જાણો શું છે ખરીદીની પ્રોસેસ

fallbacks

ટીએની જગ્યાએ બીજુ ભથ્થુ મળે છે. 
અલાહબાગ(યુપી)ના બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ હરિશંકર તિવારીએ જણાવ્યુ કે રાજ્ય સરકારના કર્મચારીઓને ટીએની જગ્યા અલગ પ્રકારનું ભથ્થુ મળી રહ્યુ છે. જ્યારે તેમનું એચઆરએ પણ કેન્દ્ર સરકાર કરતા ઓછુ હોય છે. આ માટે જ કક્ષા બદલતાની સાથે જ સેલરીનું અંતર પણ વધી જાય છે.

વધુ વાંચો...મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને

વિપક્ષે છેતરપિંડીનો લાગાવ્યો આરોપ 
ત્રિપુરામાં અત્યાર સુધી છઠ્ઠુ પગાર પંચ પણ લાગુ કરવામાં આવ્યું નથી. આવામાં જો 7માં પગાર પંચની ભલામણ જો લાગૂ થાય તો ત્રિપુરાના કર્મચારીઓ માટે બે ગણી ખુશી થશે. તમને જણાવી દઇએ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પહેલા બીજેપીએ વયદો કર્યો હતો કે , રાજ્યમાં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. ચૂંટણી બાદ બીજેપીએ સરકાર બનાવી કર્મચારીઓને ઓનોખી ભેટ આપી હતી, જ્યારે વિપક્ષી દળ સીપીએમનું કહેવું છે, કે રાજ્ય સરકારે કર્મચારીઓને એ વાત કહીને છેતરી રહી છે, કે તેમને કેન્દ્રની સમકક્ષ વેતન આપવામાં આવશે. તેમનું વેતન કેન્દ્રની સમકક્ષ થઇ શકે તેમ નથી. સીપીએમના નેતા અને પૂર્વ નાણા મંત્રી ભાનુલાલ શાહે કહ્યું કે સરકાર કર્મચારીઓને છેતરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More