Home> Business
Advertisement
Prev
Next

DA ની સાથે મળશે વધુ એક ભેટ, નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબર

DA Hike: હવે વર્ષ 2024ની શરૂઆત થવાની છે. વર્ષ 2024 કેન્દ્રીય કર્મચારીઓ માટે ખાસ રહેવાનું છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો ફાયદો મળશે. એટલે કે કર્મચારીઓના ડીએમાં વધારો થશે. 
 

DA ની સાથે મળશે વધુ એક ભેટ, નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબર

નવી દિલ્હીઃ 7th Pay Commission: વર્ષ 2024ની શરૂઆત થવામાં હવે માત્ર એક દિવસની વાર છે. નવું વર્ષ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખાસ રહેવાનું છે. આ વર્ષે ન માત્ર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA કે Dearness Allowance) વધશે પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએમાં પણ વધારો થશે. એટલે કે નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ખુશી મળશે. 

fallbacks

કેટલું વધશે ડીએ
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જાન્યુઆરીથી જૂન છ મહિના માટે મોંઘવારી ભથ્થામાં 4થી 5 ટકાનો વધારો થઈ જશે. જો 4 ટકા પણ ભથ્થું વધે તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ વધી 50 ટકા થઈ જશે. નોંધનીય છે કે વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. વર્ષ 2023ના બીજા છ મહિના માટે સરકારે ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ કારણે જુલાઈથી ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ ગયું હતું. જો ભથ્થામાં 5 ટકાનો વધારો થાય છે તો તે 50 ટકાને પાર 51 ટકા થઈ જશે. 

આ પણ વાંચો઼- આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા

ભથ્થામાં વધારા બાદ HRA પણ વધશે
જ્યારે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 50 ટકા કે તેનાવી વધુ થશે તો  HRA માં ફેરફાર થશે. સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર જ્યારે ભથ્થું 50 ટકા કે તેનાથી વધુ થાય તો  HRA માં રિવાઇઝ કરવામાં આવશે.  HRA માં વધારા માટે શહેરોને ત્રણ કેટેગરી X, Y અને Z માં વિભાજીત કરવામાં આવ્યા છે. 

કેટલું વધશે  HRA
વર્તમાનમાં X, Y અને Z શહેર-ટાઉનમાં રહેતા કર્મચારીઓને ક્રમશઃ 27, 18 અને 9 ટકા એચઆરએ મળી રહ્યું છે. પરંતુ વધારા બાદ કેન્દ્રીય કર્મચારી X કેટેગરી શહેર-ટાઉનમાં રહે છે તેનું એચઆરએ વધી 30 ટકા થઈ જશે. આ રીતે Y કેટેગરીમાં 20 ટકા અને ઝેડ કેટેગરી માટે એચઆરએ વધીને 10 ટકા થઈ જશે. એટલે કે નવા વર્ષમાં ડીએની સાથે એચઆરએમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. 

આ પણ વાંચોઃ સવાર-સાંજ ચા પીવાની આદત છોડો... તો તમે આટલા દિવસમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે 

ક્યારે થશે જાહેરાત
અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. તે જાન્યુઆરીથી જૂન માટે લાગૂ થાય છે. તો જુલાઈથી ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થાય છે. આ રીતે કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં એક વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More