Home> Business
Advertisement
Prev
Next

8th Pay Commission: ફક્ત આટલું જ હોઈ શકે છે સરકારી કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર! 18% જ વધશે પગાર 

8th Pay Commission fitment factor: જ્યારથી આઠમાં પગાર પંચની જાહેરાત થઈ છે ત્યારથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં એ વાતની ઉત્સુકતા છે કે પગાર વધારો કેટલો હશે? પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હોય છે. આ અંગે લેટેસ્ટ અપડેટ ખાસ જાણો. 

8th Pay Commission: ફક્ત આટલું જ હોઈ શકે છે સરકારી કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર! 18% જ વધશે પગાર 

8th Pay Commission fitment factor: કેન્દ્રીય કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે. આ સાથે જ તેમના માટે નવું પે કમિશન કયા કયા ફેરફાર લઈને આવશે. તમામ રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે કે ફિટમેન્ટ ફેક્ટર બાદ પગારમાં મોટો ઉછાળો આવશે. ફિટમેન્ટ ફેક્ટર 2.86 કે પછી 228 હશે. પરંતુ હકીકત એ છે કે ફિટમેન્ટ ફેક્ટર ન તો 2.28 હશે કે ન તો 2.86 કે ન તો 3 ગણું હશે. ઉલ્ટું સ્થિતિઓ, મોંઘવારી અને અંદાજિત મોંઘવારી ભથ્થાના આધારે તે નક્કી કરવામાં આવશે. હાલની સ્થિતિઓ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર 190 રહે તેવી શક્યતા છે. હવે આવું કેમ રહી શકે અને તેનાથી પગાર પર કેટલી અસર પડશે તે પણ સમજવા જેવું છે. 

fallbacks

8th Pay Commission: કેટલો વધશે પગાર
જો આપણે બીજા પગાર પંચથી સાતમા પગાર પંચ સુધીની સરેરાશ જોઈએ તો 27%નો વધારો થયો છે. સાતમા પગાર પંચમાં કુલ સેલરી હાઈક 14.27% હતું. હવે જ્યારે આઠમું પગાર પંચ બનવા જઈ રહ્યું છે તો એ જોવાનું મહત્વનું રહેશે કે સરકાર આ વખતે કેટલો વધારો કરવાની ભલામણ કરે છે. હાલના મોંઘવારી ભથ્થાને જોતા 1 જાન્યુઆરી 2026 સુધી DA 60% થી 62% સુધી હોઈ શકે છે. એક્સપર્ટ્સનું માનીએ તો મોંઘવારી ભથ્થું 61 ટકા સુધી પહોંચે તેવી સંભાવના છે. હાલ 55 ટકા મોંઘવારી ભથ્થું અપ્રુવ્ડ છે. જો આ સ્થિતિને માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓને આઠમા પગાર પંચમાં ફક્ત 18 ટકાનો સેલરી હાઈક મળે તેવી સંભાવના જોવા મળે છે. પરંતુ જો પગારમાં  24%નો ઉછાળો આવે તો ફિટમેન્ટ ફેક્ટર વધુ હોઈ શકે છે. પરંતુ તેની સંભાવના ઓછી છે. 

ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે?
હવે વાત ફિટમેન્ટ ફેક્ટરની કરીએ. ફિટમેન્ટ ફેક્ટરની વેલ્યુ એ વાતથી નક્કી થાય છે કે તે સમયે મોંઘવારી ભથ્થું (DA) કેટલું છે અને સરકાર કે પગાર પંચ પગારમાં કેટલો વધારો નક્કી કરે છે. જો પગારની ગણતરી આવી જ થાય તો મોંઘવારી ભથ્થું અને પગારમાં ઉછાળાની રીતે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી નીકળશે. હવે સામાન્ય સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 61% માની લઈએ. જ્યારે પગારમાં ઉછાળો 18% થવાની શક્યતા છે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.90 જ રહેશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના બેઝિક સેલરીને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણા કરીને નવો પગાર કાઢવામાં આવશે. 

2027 સુધી રાહ જોવી પડશે?
નવા પે કમિશનને 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરાશે. પરંતુ તેની ભલામણો આવવામાં અને લાગૂ થવામાં થોડો સમય લાગશે. ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે કે આખરે કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી થયું અને પગારમાં રિવિઝન કેટલું થશે. જો કે બધી વસ્તુઓ ફાઈનલ થયા બાદ કર્મચારીઓને ચૂકવણી 1 જાન્યુઆરી 2026થી જ કરાશે. એટલે કે જેટલા મહિના બાદ ફાઈનલ થશે ત્યાં સુધીનું એરિયર કર્મચારીઓને મળશે. સૂત્રોનું માનીએ તો અંતિમ રિપોર્ટ જમા કરાવતા પહેલા એક વચગાળાનો રિપોર્ટ પણ રજૂ કરાશે. પરંતુ આ રિપોર્ટ મે 2026 સુધીમાં આવે તેવી શક્યતા છે. તે પહેલા બજેટ 2026માં આઠમાં પગાર પંચ માટે ફંડની ફાળવણી થઈ શકે છે. 

બદલાશે DA ની ગણતરી
સૂત્રોનું માનીએ તો સરકાર નવું પે કમિશન લાગૂ થવા પર ડીએ ગણતરી માટે બેસ યરને બદલી શકે છે. હાલ AICPI-IW માટે બેસ યર 2016 છે, તેને વર્ષ 2016માં સાતમાં પગાર પંચ લાગૂ થતા બદલવામાં આવ્યું હતું. એક્સપર્ટ્સ પણ માને છે કે આઠમું પગાર પંચ લાગૂ થવા પર બેસ યર બદલી શકાય છે. તેની પાછળ લોજિક છે કે મોંઘવારી વધી રહી છે અને વધતી મોંઘવારીને પહોંચી વળવા માટે અપાતા DA ને પણ નવા બેસ યર સાથે બદલવામાં આવે. સંભાવના છે કે મોંઘવારી ભથ્થાનું બેસ યર 2026 હોઈ શકે છે. 

શું જૂનું ડીએ મર્જ થશે?
જો 1 જાન્યુઆરી 2026 સુધી આઠમું પગાર પંચ લાગૂ થાય તો હાલની સ્થિતિને જોતા મોંઘવારી ભથ્થું 61% સુધી હોઈ શકે. તેની ચૂકવણી કર્મચારીઓને પગારમાં થશે. પરંતુ જો બેસ યર બદલાય તો જૂના ડીએને મર્જ કરવામાં આવી શકે છે. જો કે ઔપચારિક રીતે સરકારે આ અંગે હજુ કશું કહ્યું નથી. આ બધુ આઠમાં પગાર પંચની પેનલની ભલામણો બાદ જ નક્કી થશે. આમ થાય તો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય અને 61% આવનારું મોંઘવારી ભથ્થું બેઝિક પગારમાં મર્જ કરી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More