Latest Update: જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓની આતૂરતાનો અંત આવ્યો હતો. કારણ કે સરકારે આઠમાં પગાર પંચની રચના કરવાની મંજૂરી આપી હતી. આ પગાર પંચ વિશે સરકારે વિગતવાર માહિતી આપી નથી પરંતુ તેનાથી કેન્દ્રીય કર્મચારીઓની આશા વધી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે પગાર પંચની ભલામણ લાગૂ થયા બાદ તેના પગારમાં બેગણાથી વધુ વધારો થશે. આ સિવાય મોંઘવારી ભથ્થા પર પણ નિર્ણય સંભવ ચે. પરંતુ ભથ્થા પર પગાર પંચ કયા પ્રકારની ભલામણ કરશે, તે હજુ સ્પષ્ટ નથી.
કેટલું છે મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 53 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે. 8મા પગાર પંચના અમલ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને વધુ બે મોંઘવારી ભથ્થા મળશે. જો 4-3 ટકાના દરે બે વાર વધારો કરવામાં આવે તો ભથ્થું વધીને 60 ટકા થઈ જશે. આનો અર્થ એ થયો કે જ્યારે નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું કદાચ 60 ટકા સુધી પહોંચી જશે.
આ પણ વાંચોઃ અમેરિકાએ પરત મોકલેલા ભારતીય પાછા જઈ શકશે US, જાણો શું કહે છે નિયમ ?
જલ્દી થશે આ જાહેરાત
આઠમાં પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત તથા પંચ સમક્ષ વિચારણીય બિંદુઓ વિશે જલ્દી સૂચના જાહેર થશે. મહત્વનું છે કે 2016માં સાતમું પગાર પંચ લાગૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આઠમાં પગાર પંચની ભલામણો 2026મા સાતમાં પગાર પંચ સમાપ્ત થયા બાદ લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પર્યાપ્ત સમય પહેલા નવા પગાર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થા માટે રચાનારા પગાર પંચના ક્રમમાં નવા પગાર પંચની ભલામણોથી આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે