8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે પેન્શનર હોવ તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા પગાર અને પેન્શન આપવા માટે આઠમા પગાર પંચની માંગણી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે. કર્મચારીઓ યુનિયનોએ સરકાર સાથે આ અંગે વાત પણ કરી છે. જો કે હજુ સુધી તે અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. કેટલાક મીડિયા રિપોર્ટના આધારે આશા વ્યક્ત કરાઈ રહી છે કે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધી બનીને તૈયાર થઈ શકે છે.
જાન્યુઆરી 2026થી નવું પગાર પંચ લાગૂ થવાની આશા
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી 10 વર્ષ બાદ નવું પગાર પંચ બનાવવામાં આવે છે. પગાર પંચની સલાહના આધારે જ સરકારી કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે છે. હાલનું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગૂ કરાયું હતું. એ હિસાબે આગામી પગાર પંચ બરાબર 10 વર્ષ બાદ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જો સરકાર જાન્યુઆરી 2026થી તેને લાગૂ કરે તો તેના માટે પગાર પંચની રચના કરવી જરૂરી રહેશે.
સાતમા પગાર પંચમાં ક્યારે થયો હતો ફેરફાર?
સરકારી કર્મચારી યુનિયને પગાર વધારા માટે ખાસ મહત્વ ધરાવતા ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68નો યૂઝ કરવાની માંગણી કરી હતી. પરંતુ સરકારે તેને 2.57 કરવાનો નિર્ણય લીધો છે. ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારની ગણતરીની રીત છે. પગાર અને પેન્શનને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ નિર્ણય બાદ છઠ્ઠા પગાર પંચના સૌથી ઓછા પગાર 7000 રૂપિયાને વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો. એ જ રીતે સૌથી ઓછા પેન્શન 3500 રૂપિયાને વધારીને 9000 રૂપિયા કરવામાં આવ્યું. સૌથી વધુ પગાર 2,50,000 રૂપિયા થઈ ગયો અને સૌથી વધુ પેન્શન 1,25,000 રૂપિયા થઈ ગયું.
આઠમા પગાર પંચથી શું છે આશા?
ફાઈનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરને 1.92 રાખવામાં આવી શકે છે. જો આમ થાય તો લઘુત્તમ પગાર વધીને 34,560 રૂપિયા થઈ શકે. એ જ રીતે જે લોકો રિટાયર થયા છે તેમને પહેલા કરતા વધુ પેન્શન મળશે. જે વધીને 17,280 રૂપિયા થઈ શકે.
શું છે આ ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર એક એવી ગણતરી છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનને કેલ્ક્યુલેટ કરવા માટે વપરાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો નંબર છે જેનાથી કર્મચારીઓના મૂળ પગારને તેની સાથે ગુણવાથી તે વધી જાય છે. આ રીતે તેમનો કુલ પગાર પણ નક્કી થાય છે. જ્યારે કોઈ નવા પગાર પંચની રચના થાય છે ત્યારે આ ફેક્ટરમાં ફેરફાર થાય છે. આ ફેરફારના કારણે કર્મચારીઓનો મૂળ પગાર વધી જાય છે અને તેમના અન્ય ભથ્થા પણ વધે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે