Home> Business
Advertisement
Prev
Next

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) એ કંપનીઓની જરૂરીયાત આધારે વિશેષ પ્રમાણપત્ર અભ્યાસક્રમો (Certificate course) માટે એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુ સાથે સપ્ટેમ્બર-2019ના મહિનામાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ( સેન્ટર ફોર કન્ટીન્યુઈન્ગ એજ્યુકેશન) સ્થાપ્યું હતું. આ સેન્ટર અંતર્ગત કોઈપણ કોલેજ અથવા સંસ્થા ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સિસ પ્રપોઝ કરી શકે છે. સેન્ટરની એડવાઇઝરી કમિટિ દ્વારા પ્રપોઝલની સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જેમ કે, કોર્સનો અભ્યાસક્રમ, રીસોર્સ પર્સન, પ્રેક્ટિકલ માટે લેબોરેટરીની વ્યવસ્થા, કોર્સ પૂરો કર્યા પછી નોકરી માટેની તકો વગેરે બાબતો પર ધ્યાન રાખવામાં આવે છે.

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) એ કંપનીઓની જરૂરીયાત આધારે વિશેષ પ્રમાણપત્ર અભ્યાસક્રમો (Certificate course) માટે એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુ સાથે સપ્ટેમ્બર-2019ના મહિનામાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ( સેન્ટર ફોર કન્ટીન્યુઈન્ગ એજ્યુકેશન) સ્થાપ્યું હતું. આ સેન્ટર અંતર્ગત કોઈપણ કોલેજ અથવા સંસ્થા ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સિસ પ્રપોઝ કરી શકે છે. સેન્ટરની એડવાઇઝરી કમિટિ દ્વારા પ્રપોઝલની સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જેમ કે, કોર્સનો અભ્યાસક્રમ, રીસોર્સ પર્સન, પ્રેક્ટિકલ માટે લેબોરેટરીની વ્યવસ્થા, કોર્સ પૂરો કર્યા પછી નોકરી માટેની તકો વગેરે બાબતો પર ધ્યાન રાખવામાં આવે છે.

fallbacks

VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

અત્યાર સુધીમાં આશરે 35 જેટલી કોર્સ પ્રપોઝલ આવી છે. અને તેમાંથી હાલની માર્કેટ પરિસ્થિતિ થતા નોકરી માટેની તકો ને જોતા 9-કોર્સને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.  

ક્રમ    કોર્સ                                                                         સમયગાળો       

1.    ડેટાબેઝ પ્રોગ્રામિંગ વિથ PL/SQL                                  80 કલાક       

2.    લીન સિક્સ સિગ્મા ગ્રીન બેલ્ટ                                       4 અઠવાડિયા        

3.    મેડીકલ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ                                         4 અઠવાડિયા       

4.    આસિસ્ટન્ટ સર્વેયર                                                    12 અઠવાડિયા       

5.    જીએસટી એકાઉન્ટસ આસિસ્ટન્ટ                                   100 કલાક       

6.    એપ્લીકેશન ઓફ ભારતીય (વેદિક) ગણિતશાસ્ત્ર              5 દિવસ (30 કલાક)      
 
7.    રૂફટ્રોપ સોલાર ફોટોવોલ્ટેઇક ઈંસ્ટોલર                           2 અઠવાડિયા       

8.    સર્ટીફીકેટ પ્રોગ્રામ ઇન ફ્રન્ટ ડેસ્ક એસોસિએટ                  15 દિવસ      

9.    સર્ટીફીકેટ પ્રોગ્રામ ઇન ટ્રાવેલ કન્સલ્ટન્ટ                       15 દિવસ     

ચેક બાઉન્સ થવાની ભૂલ ભારે પડી શકે છે, SBI થી ICICI સુધીની બેંકો વસૂલે છે તગડી પેનલ્ટી

ઉપરોક્ત કોર્સિસ પૈકી સર્ટિફિકેટ પ્રોગ્રામ ઈન ફ્રન્ટ ડેસ્ક એસોસિએટ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઈન ટ્રાવેલ કન્સલ્ટન્ટ નોલેજ પાર્ટનર તરીકે સ્કીલ ગુરુ એકેડેમી તથા ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંપૂર્ણ પણે સ્પોન્સર કરવામાં આવે છે. આ બંને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને જીટીયુ અને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડનું સંયુક્ત સર્ટિફિકેટ આપવામાં આવશે.

ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More