Jay Chaudhry Networth: દુનિયાના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો એલન મસ્કનું નામ પહેલા નંબરે આવે છે. પરંતુ અમેરિકામાં સૌથી અમીર ભારતીય કોણ? આ સવાલનો જવાબ કદાચ તમને ખબર નહીં હોય. અમેરિકામાં સૌથી ધનિક ભારતીય જય ચૌધરી (Jay Chaudhry) છે. સાયબર સિક્યોરિટી કંપની જેસ્કલરના સ્થાપક જય ચૌધરી એક એવી વ્યક્તિ છે જેની કહાની અન્ય લોકોને પ્રેરણા આપવા માટે પૂરતી છે. જય ચૌધરી જે હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામના વતની છે, આજે તે 10 બિલિયન ડૉલર (8,62,94,08,33,000 રૂપિયા)થી વધુની સંપત્તિનો માલિક છે.
બાળપણમાં નાની નાની બાબતો માટે સંઘર્ષ
વૈશ્વિક ઉદ્યોગસાહસિકતામાં સફળતા હાંસલ કરનાર જય ચૌધરીની જીવનકથા મજબૂત નિર્ણયો અને હંમેશા કંઈક નવું કરવાની વૃત્તિ સાથે જોડાયેલી છે. તેમની કહાનીએ ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક વ્યક્તિએ પોતાના જીવનની સફરને એક્સ પોસ્ટ દ્વારા વર્ણવી છે. હિમાચલ પ્રદેશના એક ગામમાંથી આવેલા જય ચૌધરીની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે તેમની પાસે અપાર સંપત્તિ છે. આ બધી વસ્તુઓ બનાવવામાં જય ચૌધરીએ ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે. બાળપણમાં નાની નાની બાબતો માટે સંઘર્ષ કરનાર જય ચૌધરીની કુલ સંપત્તિ 10 અબજ ડોલરથી વધુ છે.
પીવા માટે નળનું પાણી કે વીજળી પણ નહોતી...
જય ચૌધરીનું બાળપણ એવી ગરીબીમાં વીત્યું છે કે તેમની પાસે પીવા માટે નળનું પાણી કે વીજળી પણ નહોતી. તે શાળાએ જવા માટે 4 કિ.મી ચાલીને જતા હતા. બહુ ઓછા લોકો પાસે આવી સક્સેસ સ્ટોરી હોય છે. જય ચૌધરીનું બાળપણ હિમાચલ પ્રદેશના પનોહ ગામમાં વીત્યું હતું. તેમનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલા જય ચૌધરીના ઘરમાં પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી. જેના કારણ તેમને ઝાડ નીચે ભણવું પડ્યું. અભ્યાસ પ્રત્યેના સમર્પણને કારણે તેઓ ગામથી ચાર કિલોમીટર દૂર ધુસરામાં શાળાએ જતા હતા. આ માટે તેમણે દરરોજ 4 કિલોમીટર ચાલવું પડતું હતું.
1996માં શરૂ થઈ અન્ટરપ્રિન્યોરશિપની સફર
અભ્યાસમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ચૌધરીએ IIT વારાણસી (હવે IIT-BHU) માંથી ઇલેક્ટ્રોનિક્સમાં સ્નાતક કર્યું. તેઓ 1980માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા, જ્યાં તેમણે યુનિવર્સિટી ઓફ સિનસિનાટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અને બાદમાં હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પૂર્ણ કર્યો. જય ચૌધરીની સાહસિકતાની સફર 1996માં શરૂ થઈ હતી. તેમણે અને તેમની પત્ની જ્યોતિએ તેમની બચત ઈન્ટરનેટ સુરક્ષા સાથે સંબંધિત કંપની SecureITમાં રોકાણ કરી. તેના સંપાદન પછી તેમણે એરડિફેન્સ (AirDefense) અને સિફર ટ્રસ્ટ (Cipher Trus) જેવી ઘણી સફળ કંપનીઓનો પાયો નાખ્યો.
વર્ષ 2007માં જય ચૌધરીએ જસ્કલર નામની કંપની શરૂ કરી. આ કંપની ક્લાઉડ બેસ્ડ સિક્યોરિટી સોલ્સુશન સુવિધા આપે છે. આજે આ કંપનીનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે અને મોટી કંપનીઓ તેની સેવાઓ લે છે. જય ચૌધરીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે Jascolor સાયબર હુમલા સામે લડતી અગ્રણી કંપની બની ગઈ છે. સફળતા હાંસલ કરવા છતાં જય ચૌધરી સમાજ માટે સેવાકીય કાર્યો કરવામાં વ્યસ્ત છે. તેમણે શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને અન્ય ક્ષેત્રોમાં લાખોનું દાન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે