Home> Business
Advertisement
Prev
Next

વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહુ જ એક્ટિવ રહે છે. તેઓ સમયાંતરે કેપ્શન કોમ્પિટિશન યોજતા રહે છે

વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર

ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર જો ક્યાંય ખરાબ બાબતો બને છે, તો સારી બાબતોનો પણ ખજાનો છે. સોશિયલ મીડિયા આજના સમયમા લોકોની મદદનું કેન્દ્ર બની ગયું છે. તો બીજી તરફ અનેક લોકોને પોતાની ક્રિએટિવિટી બતાવવાની તક મળે છે. કંઈક આવા જ છે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પણ... 

fallbacks

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહુ જ એક્ટિવ રહે છે. તેઓ સમયાંતરે કેપ્શન કોમ્પિટિશન યોજતા રહે છે. તેમની કેપ્શન કોમ્પિટિશને ક્રિએટિવિટીને નવી ઊંચાઈ આપી છે. તેમાં તેઓ હિન્દી અને અંગ્રેજી કેપ્શન આપનારમાંથી વિનર પસંદ કરે છે. સિલેક્ટ કરાયેલ કેપ્શન વિનર્સને મહિન્દ્રાની સ્કેલ મોડલ ગાડી ગિફ્ટમાં આપવામાં આવે છે. આ વખતે આનંદ મહિન્દ્રા એકદમ હટકે તસવીર લઈને આવ્યા છે. જેમાં ડીટીએચની છત્રી પર એક વાંદરો બેસેલો છે. આ તસવીર માટે તેઓએ લોકો પાસેથી કેપ્શન માંગી છે. 

આ પણ વાંચો : હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’

શું હોય છે સ્કેલ મોડલ
આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું કે, જીતનારાને સ્કેલ મોડલ ગાડી મળશે. સ્કેલ મોડલ (Scale Model)નો મતલબ એક નાનકડી રમકડા જેવી ગાડી જ સમજો. આ ગાડી એકદમ અસલી ગાડી જેવી જ હોય છે, પણ કોઈ રમકડુ હોતુ નથી. આ સ્કેલ મોડલને બહુ જ બારીકાઈથી બનાવવામાં આવે છે, જે અસલ ગાડીની નકલ હોય છે. 

તેનો મતલબ એ કે, કેપ્શનના વિનરને લાખોની કાર નહિ મળે, પણ તેને બદલે સ્કેલ મોડલ આપવામાં આવશે. તેની કિંમત થોડા હજાર રૂપિયામાં હોય છે. આ કોમ્પિટિશન માટે લોકોમાં બહુ જ ક્રેઝ હોય છે, કારણ કે તે મહિન્દ્રા તરફથી આપવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત : 50 વર્ષમાં પહેલીવાર અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહેશે 

ક્રિએટિવ તસવીરોનો શોખ
ઉલ્લેખનીય છે કે, આનંદ મહિન્દ્રા આ રીતે ક્રિએટિવ તસવીરો અગાઉ પણ શેર કરી ચૂક્યા છે. લોકડાઉનના થોડા દિવસો પહેલા 15 માર્ચના રોજ તેઓએ એક તસવીર શેર કરી હતી. જેમાં એક ધાબા પર ઘર જેવી ડિઝાઈન બની હતી. જેમ, કોઈ સાઈકલ પર જ તેને ઉઠાવીને ચાલી રહ્યું હોય તેવુ લાગતુ હતું.

આ પણ વાંચો : 3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More