સપના શર્મા/અમદાવાદ :નવરાત્રિના છઠ્ઠા નોરતે અદાણીએ ગ્રાહકો પર ભાવવધારો ઝીંક્યો છે. અદાણી CNG ના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે. અદાણી CNGનો નવો ભાવ 89.90 રૂપિયા કરાયો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે તહેવાર ટાંણે ગ્રાહકો માટે આ ભાવવધારો આકરો બની રહેશે.
વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણી CNG ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આજે CNG ના ભાવમાં સીધા 3 રૂપિયાનો વધારો કરાયો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોને 86. 90 રૂપિયા ચૂકવવા પડશે.
સામાન્ય જનતાની સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહી છે. રાહત તો મળતી નથી, પરંતું એક બાદ એક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે