Home> Business
Advertisement
Prev
Next

અદાણી ગ્રૂપની વધી શકે છે મુશ્કેલીઓ, અમદાવાદ કોર્ટને કાયદા મંત્રાલયે સમંસ બજાવવા માટે પત્ર મોકલ્યો

Gautam Adani Case: ગૌતમ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે. ઝી 24 કલાકની ટીમે આ બાબતે જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર અને સરકારી વકીલ સાથે વાત કરી, પરંતુ કોઈ પણ તેના પર બોલવા તૈયાર નથી.
 

અદાણી ગ્રૂપની વધી શકે છે મુશ્કેલીઓ, અમદાવાદ કોર્ટને કાયદા મંત્રાલયે સમંસ બજાવવા માટે પત્ર મોકલ્યો

Gautam Adani Case: 2200 કરોડના લાંચ કેસમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા ગુજરાતની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટને મોકલાયેલા સમન્સની બજવણી માટે પત્ર મોકલ્યો છે.

fallbacks

ZEE ની  ટીમે આ બાબતે જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર અને સરકારી વકીલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આ  બાબતે કોઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે આ મામલો ન્યાયાલયમાં છે અને કાયદા મંત્રાલય સાથે સંબંધિત છે.  કથિત લાંચ કેસમાં અદાણી ગ્રુપ વતી પોતાનું નિવેદન આપતી વખતે આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવ્યા હતા.

શું છે આખો મામલો?

આ પહેલાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ એક વિદેશી અદાલતનો મામલો છે, તેથી તેનો શક્ય તેટલી વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. અદાણી ગ્રીન અને Azure અમેરિકન રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું, પરંતુ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા બદલ ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કાયદા મંત્રાલયે 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કોર્ટને એક પત્ર મોકલ્યો હતો. આ કેસમાં અમદાવાદ કોર્ટને સમન્સ અથવા નોટીસ બજવણી માટે કહ્યુ છે

શું છે મામલો?
મીડિયા રિપોર્ટ અનુસાર ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. અદાણી ગ્રીન લિમિટેડના અધિકારીઓ તરીકે બન્ને પર આરોપ છે કે, તેમણે અમેરિકાના રોકાણકારોથી છુપાવીને ભારતીય સરકારી અધિકારીઓને કરોડો ડોલરની લાંચ આપી છે, જેથી અદાણી ગ્રીન અને સોલાર એનર્જી કંપની એઝ્યુર પાવરને બજારના ઉપરના દરે ઊર્જા કોન્ટ્રાક્ટ મળી શકે.

આ કથિત સ્કીમ હેઠળ 2020 થી 2024 સુધી 250 કરોડ મિલિયન (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવામાં આવી. આ સમગ્ર મામલામાં ગૌતમ અદાણી સિવાય સાગર અદાણી, વિનીત જૈન સહિત 7 લોકો પર ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More