Home> Business
Advertisement
Prev
Next

અદાણીએ ફરી સીએનજીના ભાવમાં કર્યો વધારો, ભાવ વધારો આજથી લાગૂ

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.  જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

અદાણીએ ફરી સીએનજીના ભાવમાં કર્યો વધારો, ભાવ વધારો આજથી લાગૂ

CNG Price Hike: મૌલિક ધામેચા, અમદાવાદ: આમ જનતા પર ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 87.38 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 85.89 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 1.49 રૂપિયા વધારી છે. જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે.

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

CNG વાહન ચાલકોને વધુ એક આંચકો, પેટ્રોલની નજીક પહોંચ્યા સીએનજીના ભાવ

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More