નવી દિલ્હીઃ મલ્ટી બ્રાન્ડ કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક ચેન આદિત્ય વિઝનના સ્ટોકમાં છેલ્લા ત્રણ વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. આદિત્ય વિઝન લિમિટેડ (Aditya Vision) નો શેર 3 વર્ષમાં 26 રૂપિયાથી વધી 2600 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કંપનીના સ્ટોકે આ સમયગાળામાં 10000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આદિત્ય વિઝને પોતાનો પ્રથમ શોરૂમ વર્ષ 1999માં પટનામાં ખોલ્યો હતો. હવે ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં કંપનીના કુલ 100થી વધુ શો-રૂમ થઈ ગયા છે.
કંપનીના શેરમાં 10000 ટકાની તેજી
આદિત્ય વિઝન લિમિટેડ (Aditya Vision)ના શેર 11 ડિસેમ્બર 2020ના 26.60 રૂપિયા પર હતા. કંપનીના શેર 19 ઓક્ટોબર 2023ના 2699 રૂપિયા પર પહોંચી ગયા છે. આદિત્ય વિઝનના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 10046 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 11 ડિસેમ્બર 2020ના આદિત્ય વિઝનના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને કંપનીના શેરમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 1.01 કરોડ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ સોનું અસલી છે કે નકલી? આ રીતે કરો ચેક, જાણી શકાશે સોનાની પ્યોર શુદ્ધતા
6 મહિનામાં કંપનીના શેરમાં 90 ટકાનો વધારો
આદિત્ય વિઝનના શેરમાં છેલ્લા 6 મહિનામાં 90 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 19 એપ્રિલ 2023ના 1426.10 રૂપિયા પર હતા. કંપનીના શેર 19 ઓક્ટોબર 2023ના 2699 રૂપિયા પર પહોંચી ગયા છે. તો આ વર્ષે અત્યાર સુધી આદિત્ય વિઝનના સ્ટોકમાં 76 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના સ્ટોકે 71 ટકાનું રિટર્ન આપ્યું છે. આદિત્ય વિઝનના શેરનો 52 સપ્તાહનું હાઈ લેવલ 2878 રૂપિયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 1140 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે