Home> Business
Advertisement
Prev
Next

Currency Notes: 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ RBI એ કરી મહત્વની જાહેરાત

Currency Notes: 2000 રૂપિયાની કરન્સી ને લઈને સામે આવેલી ખબર ઉપરાંત 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને પણ એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. ફટાફટ જાણો નહીં તો પસ્તાવાનો આવશે વારો.

Currency Notes: 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ RBI એ કરી મહત્વની જાહેરાત

Currency Notes: કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશભરમાંથી 2000 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે જેમાં તેઓ 2000 ના મૂલ્યની નોટને બેંકમાં જમા કરાવી શકે છે. સાથે ચાર બી આઈ એ 2000 રૂપિયાની નોટ આપવા પર રોક લગાવી દીધી છે. 2000 રૂપિયાની કરન્સી ને લઈને સામે આવેલી ખબર ઉપરાંત 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને પણ એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. 

fallbacks

2000 રૂપિયાથી નાની કરન્સીની નોટને લઈને ઘણી વખત ફેક ખબરો પણ સામે આવે છે પરંતુ દેશની સરકારી બેન્ક પીએનબી એ નાના મૂલ્યની નોટને લઈને એક મહત્વની જાહેરાત કરી છે. જે જાહેરાત અનુસાર જે લોકો પાસે નાના મૂલ્યની ફાટેલી નોટો છે તેઓ પણ સરળતાથી આ નોટ બેંકમાં બદલી શકે છે અને તેના બદલામાં નવી નોટ મેળવી શકે છે.

આ પણ વાંચો:

કેટલા રૂપિયામાં પ્રિન્ટ થાય છે 100, 500, 2,000ની નોટ,એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?

તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી

2000 Rs Note: એક સમયે 2000ની કેટલી નોટો બદલી શકાશે? શું છે ડેડલાઈન, અફવાહોથી ના ડરો!

પીએનબી એ પોતાના ઓફિસિયલ  ટ્વીટર પરથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પાસે જુની અને ફાટેલી નાના મૂલ્યની નોટ છે તો તેઓ બેંકમાં જઈને સરળતાથી તેને બદલી શકે છે. તેના માટે લોકોએ પોતાની નજીકની બેંકનો સંપર્ક કરવો જ્યાં તેઓ નોટ અને સિક્કાને બદલી શકે છે. 

રિઝર્વ બેંકના નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે જૂની અથવા તો ફાટેલી ચલણી નોટ છે તો તેના માટે તેમને પરેશાન થવાની જરૂર નથી તમે તમારી બેંકની નજીકની બ્રાન્ચનો સંપર્ક કરી આ નોટ બદલી શકો છો. જો કોઈ બેંક કર્મચારી સિક્કા કે નોટ બદલી દેવાથી ઇનકાર કરે તો આ અંગે ગ્રાહક ફરિયાદ પણ નોંધાવી શકે છે. જોકે નોટ બદલતી વખતે લોકોએ એવા ધ્યાનમાં રાખવી પડશે કે નોટની હાલત જેટલી ખરાબ હશે તેટલું તેનું મૂલ્ય ઘટી જશે. 

આરબીઆઈના જણાવ્યા અનુસાર ફાટેલી નોટ ને ત્યારે જ એક્સેપ્ટ કરવામાં આવશે જ્યારે તેનો કોઈ એક ભાગ ખરાબ થયો હોય અથવા તો તેના બે કે વધુ ટુકડા થયા હોય. આ સિવાય કરન્સી નોટનો કોઈ મહત્વનો ભાગ ગાયબ હશે જેમકે લોટ જારી કરનાર ઓથોરિટી નું નામ, પ્રોમિસ ક્લોઝ, સિગ્નેચર, અશોક સ્તંભ, મહાત્મા ગાંધી ની તસ્વીર જેવી વસ્તુઓ જો મિસિંગ હશે તો બેંક નોટ એક્સચેન્જ નહીં કરી આપે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More