નવી દિલ્હી: ગાડીમાં સીએનજી (CNG) ભરાવવા માટે લાંબી લાઇનો લાગે છે. કલાકો સુધી ઉભા રહ્યા બાદ લોકોનો નંબર આવે છે. પરંતુ હવે તમને જલદી જ આ ઝઝંટમાંથી છુટકારો મળવાનો છે. ખાણીપીવી અથવા ઘરેલૂ સામાનની માફક હવે સીએનજીની પણ હોમ ડિલીવરી (Home Delivery) શરૂ થવા જઇ રહી છે. બસ એક ફોન કોલ પર તમારી જરૂર અનુસાર સીએનજી (CNG Home Delivery) તમારા ઘર સુધી પહોંચી જશે.
હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, IOC આપશે મફતમાં સેવા
જોકે મોદી સરકાર (Modi Government) પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની માફક હવે સીએનજીની હોમ ડિલિવરી (CNG Home Delivery) શરૂ કરવા જઇ રહી છે. પેટ્રોલિયમ મંત્રી (Petroleum Minister) ધમેન્દ્ર પ્રધાન અનુસાર, સરકાર કંપનીઓને જલદી સીએનજીની હોમ ડિલિવરીની પરવાનગી આપશે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની માફક સીએનજીની હોમ ડિલિવરી (Home Delivery)ની પણ યોજના બનાવી છે. તેના પર કામ શરૂ કરી દીધું છે અને જલદી જ કંપનીઓને તેની પરવાનગી આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઘરેબેઠાં સીએનજી મંગાવવાની સુવિધા એક કોલ પર મળશે. મોબાઇલ ડિસ્પેંસર દ્વારા લોકોને ડોર સ્ટેપ સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દુનિયામાં અહીં મળે છે સૌથી સસ્તુ તેલ, એક રૂપિયાથી પણ ઓછામાં મળે છે પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરી
તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલીવરી (Petrol-Diesel Home Delivery) પહેલાં જ શરૂ થઇ ચૂકી છે. ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ માર્ચ 2018માં ચેન્નઇમાં ડીઝલની હોમ ડિલીવરી શરૂ કરી હતી.
આ સેવાની શરૂઆત એક મોબાઇલ ડિસ્પેંસર દ્વારા કરવામાં આવી છે. ઘરે ઘરે ડીઝલ પહોંચાડવા માટે 'Fuel@Doorstep' સર્વિસની શરૂઆત ઇન્ડીયન ઓઇલે કરી હતી.
ડીઝલ લેનાર ગ્રાહક એક મોબાઇલ એપ Repose app દ્વારા ઓછામાં ઓછા 200 લીટર ડીઝલ સુધી ઓર્ડર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે