Home> Business
Advertisement
Prev
Next

તેજસ બાદ દેશમાં ચાલશે વધુ 150 ખાનગી ટ્રેન, આ રૂટ પર ચાલશે બીજી Private Train

Indian Railways : સૂત્રો અનુસાર, આગામી વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની બીજી ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. 
 

  તેજસ બાદ દેશમાં ચાલશે વધુ 150 ખાનગી ટ્રેન, આ રૂટ પર ચાલશે બીજી Private Train

નવી દિલ્હીઃ તેજસ (Tejas) બાદ ભારતીય રેલવે Indian Railways) હવે દેશમાં વધુ ખાનગી ટ્રેન ચલાવવાની દિશામાં આગળ વધી રહી ચે. મિશન પ્રાઇવેટાઇઝેશન હેઠળ રેલ મંત્રાલયે ટૂંક સમયમાં 150 રેક (ટ્રેનો) માટે અરજી મગાવી છે. સૂત્રો પ્રમાણે, રેલવે મંત્રાલય (Railway Ministry) 150 ટ્રેનો માટે ડિસેમ્બર મહિનામાં બિડિંગ પ્રક્રિયા હેઠળ બોલી મગાવી શકે છે. 

fallbacks

રેલવે મંત્રાલયની 50 રૂટ પર પ્રાઇવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન ચલાવવાની યોજના છે. તે માટે 50 ખાનગી પ્લેયર વાળા રૂટને નક્કી કરીને શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 

સૂત્રો અનુસાર, આગામી વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની બીજી ખાનગી પ્લેયર ટ્રેન ચલાવવામાં આવશે. 

મુંબઈ અમદાવાદ રૂટ (Mumbai-Ahmedabad Route) ખાનગી પ્લેયર ઓપરેટેડ રૂટ હશે, જેના પર શરૂઆતમાં ટ્રેન આઈઆરસીટીસી (IRCTC) ચલાવશે અને બાદમાં તેને ખાનગી પ્લેયરને સોંપશે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી દેશની પ્રથમ કંપની બની

મહત્વનું છે કે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન લખનઉ-દિલ્હી તેજસ ટ્રેન છે, જેને હાલ આઈઆરસીટીસી ચલાવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More