Home> Business
Advertisement
Prev
Next

Airtel 4G યૂજર્સ માટે ખુશખબરી, હવે ઘરમાં પણ મળશે જોરદાર નેટવર્ક

Airtel 4G યૂજર્સ માટે કંપનીએ નવી LTE 900 ટેક્નોલોજીને ઇંટ્રોડ્યૂસ કરી છે. આ ટેક્નિકથી યૂજર્સને ઇંડોરમાં પણ ફૂલ નેટવર્ક કવરેજ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટનો એક્સસે મળશે. Airtel ના આ પગલાંથી કંપનીના કરોડો યૂજર્સને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળશે.

Airtel 4G યૂજર્સ માટે ખુશખબરી, હવે ઘરમાં પણ મળશે જોરદાર નેટવર્ક

નવી દિલ્હી: Airtel 4G યૂજર્સ માટે કંપનીએ નવી LTE 900 ટેક્નોલોજીને ઇંટ્રોડ્યૂસ કરી છે. આ ટેક્નિકથી યૂજર્સને ઇંડોરમાં પણ ફૂલ નેટવર્ક કવરેજ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટનો એક્સસે મળશે. Airtel ના આ પગલાંથી કંપનીના કરોડો યૂજર્સને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળશે. Airtel એ આ નવી ટેક્નોલોજીને હાલ કર્ણાટક ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવી છે. પછી તેને અન્ય ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

fallbacks

આરબીઆઇની મોનેટરી પોલિસીની સમીક્ષા આજે, રેપો રેટ ઘટવાની આશા

કંપનીનો દાવો છે કે LTE 900 ટેક્નોલોજીના ડિપ્લોયમેંટથી યૂજર્સને 900 મેગા હર્ટ્ઝ બેંડ દ્વારા નેટવર્ક પુરૂ પાડવામાં આવશે જે ઇંડોરમાં પણ સારું કવરેજ આપે છે. આ ટેક્નોલોજીનો ફાયદો ખાસકરીને સ્માર્ટફોન યૂજર્સને થશે જેમને ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે. સારા ઇન્ડોર કવરેજનો અર્થ સ્પષ્ટ છે કે યૂજર્સને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, ઓફિસ, મોલ તથા અન્ય જગ્યાઓ પર પણ સારી કનેક્ટિવિટી મળશે. 

SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ

કંપનીના કર્ણાટક ક્ષેત્રના સીઇઓ સી.સુરેંદ્રને કહ્યું કે અમારો મુખ્ય લક્ષ્ય ગ્રાહકોને સારા નેટવર્ક એક્સપીરિયન્સ પુરૂ પાડે છે. LTE 900 ટેક્નિકના ડિપ્લોયમેંટ બાદ Airtel 4G કવરેજને વધુ સારું કરવા માટે યોગ્ય કરવામાં આવશે. ખાસ કરીન ઘરો અને બિલ્ડીંગની અંદર. Airtel સ્માર્ટફોન કસ્ટમર્સને કોઇપણ વિધ્ન વિના હાઇ સ્પીડ 4G નો લાભ મળશે. જેના લીધે યૂજર્સ એચડી ક્વોલિટીની કોલિંગનો લાભ આ અપગ્રેડ નેટવર્ક દ્વારા ઉઠાવી શકશે. અમે અમારા નેટવર્કમાં સતત સુધારો કરતાં નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More