Home> Business
Advertisement
Prev
Next

Akasa Air Year End Sale: નવા વર્ષમાં ફરવાનો બનાવો પ્લાન, આ કંપની ફ્લાઇટ ટિકિટ પર આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ

Akasa Air Year End Sale: અકાસા એરલાન્યસે પોતાના ગ્રાહકોને ફ્લાઇટ ટિકિટના બુકિંગ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે માટે 12 ડિસેમ્બર પહેલા બુકિંગ કરાવવું પડશે. 

 Akasa Air Year End Sale: નવા વર્ષમાં ફરવાનો બનાવો પ્લાન, આ કંપની ફ્લાઇટ ટિકિટ પર આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ Akasa Air Year End Sale: નવા વર્ષની ઉજવણી કરવા માટે તમે મિત્રો કે પરિવારની સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આ નવા વર્ષ પર તમને ફ્લાઇટ ટિકિટ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે, કારણ કે Akasa Air ફ્લાઇટ ટિકિટના બુકિંગ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. અકાસા એરે પોતાના Year End Sale માં ગ્રાહકોને દેશના 11 શહેરોમાં ફ્લાઇટ ટિકિટના બુકિંગ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના દ્વારા તમે ક્રિસમસ અને ન્યૂ ઈયરના પ્લાનમાં મોટી બચત કરી શકો છો. ગ્રાહકોએ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે 12 ડિસેમ્બર, 2022 પહેલા બુકિંગ કરાવવું પડશે. 

fallbacks

Akasa Air Year End Sale
અકાસા એરે ટ્વીટ કરી કહ્યું- 'ટ્રાવેલ પ્લાન્સ સ્ટાર્ટ કરી દીધા છે? અમારા Year End Sale ની સાથે ભારતના 11 શહેરોમાં સપ્તાહનની 450 ફ્લાઇટ્સમાં 10 ટકા છૂટનો ફાયદો ઉઠાવો.'

કસ્ટમર્સે અકાસા એરના આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવવા માટે પ્રોમો કોડ FESTIV10 નો ઉપયોગ (Akasa Air Promo Code) કરવો પડશે. તે માટે 12 ડિસેમ્બર, 2022 પહેલા પોતાનું બુકિંગ કરાવવું પડશે. 

આ પણ વાંચોઃ 12 ડિસેમ્બરે ખુલશે Wine કંપની સુલા વિનેયાર્ડ્સનો આઈપીઓ, જાણો જરૂરી વાતો

આ શહેરોની ફ્લાઇટ્સ પર છે ડિસ્કાઉન્ટ
અકાસા એર (Akasa Air) વર્તમાનમાં દેશના 11 શહેરોમાં પોતાની સેવાઓ આપે છે, જ્યાંની ફ્લાઇટ ટિકિટ બુકિંગ કરાવવા પર કસ્ટમર્સને ડિસ્કાઉન્ટ મળશે. તેમાં ગુવાહાટી, અમદાવાદ, અગરતલા, કોચ્ચી, બેંગલુરૂ, દિલ્હી, ચેન્નઈ, પુણે, મુંબઈ, લખનઉ અને વિશાકાપટ્ટનમ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More