નવી દિલ્હી : દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે તેના લગ્ન ડિસેમ્બર મહિનામાં થશે. ગોવામાં થયેલી પ્રી-એન્ગેજમેન્ટ સેરિમની પછી સતત ચર્ચા હતી લગ્ન વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. જોકે હાલમાં તો આ જોડીની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ છે અને બધા મહેમાનોને સગાઈનું આમંત્રણ પહોંચવાનું શરૂ પણ થઈ ગયું છે.
EXCLUSIVE : શું નહીં થાય વોડાફોન-આઇડિયાનું બહુ ગાજેલું મર્જર? બેંકોને છે આ ડર
મળતી માહિતી પ્રમાણે આકાશ અને શ્લોકાની સગાઈ એન્ટિલિયા ખાતે 28-30 જૂન દરમિયાન યોજાશે. અંબાણીપરિવાર પોતાપોતાના મિત્રઓને આ આમંત્રણ કાર્ડ મોકલી રહ્યા છે. આ આમંત્રણને વ્યક્તિગત રીતે ઓનલાઇન અને પછી રૂબરૂ મોકલવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન કાર્ડ પારંપરિક સંગીત સાથે એક મિનિટની ક્લિપ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. આમ, કાર્ડ મોકલવામાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
હાલમાં આ આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. જોકે આ કાર્ડની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. આ કાર્ડ અંબાણીપરિવારે બનાવ્યું છે કે કોઈ ચાહકે એ હજી કન્ફર્મ નથી થયું.
આકાશ અંબાણી અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે અને આ પ્રસંગ 4-5 દિવસ ચાલી શકે છે. માનવામાં આવે છે કે આ લગ્ન 8-12 ડિસેમ્બર વચ્ચે મુંબઈની ઓબેરોય હોટેલમાં યોજાઈ શકે છે. જોકે હજી સુધી આકાશ અને શ્લોકાના પરિવાર તરફથી લગ્નની તારીખની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે