Home> Business
Advertisement
Prev
Next

2019માં Amazon પર પ્રથમવાર બંપર સેલ 20 જાન્યુઆરીથી, આ વસ્તુ પર મળશે ડિસ્કાઉન્ટ

ગ્રાહકોને Amazone Great Indian Saleમાં 10 કરોડથી વધુ પ્રોડક્ટ મળશે. 

 2019માં Amazon પર પ્રથમવાર બંપર સેલ 20 જાન્યુઆરીથી, આ વસ્તુ પર મળશે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ Great Indian Sale એટલે કે, એમેઝોનની ડિસ્કાઉન્ટવાળી શોપિંગની દુકાન 20 જાન્યુઆરીથી ખુલી જશે. આ સેલ દરમિયાન એમેઝોનની વેબસાઇટ પરથી 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી શોપિંગ કરી શકશો. તેમાં તમને કેશબેક અને ડિસ્કાઉન્ટ મળશે. જો તમે એમેઝોનના પ્રાઇમ મેમ્બર છો તો 19 જાન્યુઆરીથી બપોરે 12 કલાકથી શોપિંગ કરી શકશો. ગ્રાહકોને Amazone Great Indian Saleમાં 10 કરોડથી  વધુ પ્રોડક્ટ્સ મળશે. 

fallbacks

મળશે શાનદાર ઓફર
આ સેલમાં ફેશન પ્રોડક્ટની ખરીદી કરવા પર 80 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે. સેલ દરમિયાન એમેઝોન પોતાના નવા ગ્રાહકોને પ્રથમ ઓર્ડર પર ફ્રી ડિલીવરીની પણ સુવિધા આપી રહ્યું છે. સેલમાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પર શાનદાર ઓફર મળી શકે છે. સ્માર્ટફોન પર નો-કોસ્ટ ઇએમઆઈની સાથે એક્સચેન્જ ઓફર મળશે. એમેઝોનપર લેપટોલ, હેન્ડફોન, કેમેરા અને હાર્ડ ડ્રાઈવ સહિત અન્ય વસ્તુ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન ટીવી અને ઘરેલૂ એપ્લાયસિઝ પર 50 ટકા સુધીની છૂટ મળશે. હોમ એન્ડ કિચન શોપિંગ પર 75 ટકા સુધીની છૂટ મળી શકે છે. આ કેટેગરીમાં 50 હજારથી વધુ વસ્તુ અડધી કિંમતે મળશે. 

આ ફોનમા મળશે મોટી ઓફર
એમેઝોન સેલમાં OnePlus 6T સ્માર્ટ ફોન પર શાનદાર એક્સચેન્જ ઓફરની સાથે Redmi Y2 અને Huawei Nova 3i ને ઓછા ભાવમાં ગ્રાહકોને મળશે. ગ્રાહકોને સેલ દરમિયાન Vivo, OnePlus, Realme, Xiaomi, Philips મોટી બ્રાન્ડ પર આકર્ષક ડીલ્સ મળશે. પરંતુ કંપની કોઈપણ પ્રોડક્ટસની રિયલ પ્રાઇઝનો ખુલાસો કર્યો નથી. 

HDFC કાર્ડ પર ફ્લેટ ડિસ્કાઉન્ડ
એમેઝોન આ સેલને HDFC બેન્ક સાથે મળીને શરૂ કરી રહ્યું છે. તેનો મતલબ છે કે, જેની પાસે HDFC નું ડેબિટ કે ક્રિડિટ કાર્ડ છે તેને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકોને ખરીદી માટે ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More