Home> Business
Advertisement
Prev
Next

Watch Video: દર રવિવારે મોંઘીદાટ હોટલોનું નહીં પરંતુ આ વર્ષો જૂની સાદી પરંપરાગત રેસ્ટોરાની વાનગી ખાય છે રાધિકા અંબાણી

Watch Viral Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન રંગેચંગે સંપન્ન થઈ ગયા. સમગ્ર પરિવારની નમ્રતા, ડાઉન ટુ અર્થ સ્વભાવ ઊડીને આંખે વળગ્યો. અંબાણી પરિવારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ લોકો અંબાણી પરિવારના ખુબ વખાણ કરી રહ્યા છે.

Watch Video: દર રવિવારે મોંઘીદાટ હોટલોનું નહીં પરંતુ આ વર્ષો જૂની સાદી પરંપરાગત રેસ્ટોરાની વાનગી ખાય છે રાધિકા અંબાણી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન રંગેચંગે સંપન્ન થઈ ગયા. સમગ્ર પરિવારની નમ્રતા, ડાઉન ટુ અર્થ સ્વભાવ ઊડીને આંખે વળગ્યો. અંબાણી પરિવારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ લોકો અંબાણી પરિવારના ખુબ વખાણ કરી રહ્યા છે.  જે રીતે ફંક્શનમાં તેઓ લોકોનો આદર સત્કાર કરી રહ્યા છે તેને જોઈને આખી દુનિયા કાયલ થઈ ગઈ છે. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને દંગ રહી જશો. આ વીડિયોમાં રાધિકાએ પોતે જણાવ્યું છે કે દર રવિવારે તે આ હોટલનું ભોજન કરે છે. 

fallbacks

દર રવિવારે શું ખાય છે?
તમને એ જાણીને નવાઈ લાગશે કે મુંબઈમાં એકથી એક ચડિયાતી ફાઈવ સ્ટાર, સેવન સ્ટાર અને મોંઘાદાટ રેસ્ટોરા છે પરંતુ અંબાણી પરિવારની નાની વહુ અને અનંત અંબાણીના ધર્મપત્ની રાધિકા મર્ચન્ટને તો મુંબઈની એક સીધી સાદી રેસ્ટોરાનું ફૂડ ખુબ ભાવે છે. આ રેસ્ટોરામાંથી તે દર રવિવારે વાનગીઓ પણ ખાય છે. આ વાત તેણે પોતે જણાવી છે. રાધિકાને પણ મુંબઈના મૈસૂર કાફેની વાનગીઓ ખુબ જ પસંદ છે. આ કેફે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માટે ખુબ પ્રખ્યાત છે. અત્રે જણાવવાનું કે અનંત અને રાધિકાના લગ્નની ઉજવણીમાં ભોજન સમારોહમાં એક સ્ટોલ મૈસુર કાફેનો પણ હતો. 

વીડિયો વાયરલ
લેટેસ્ટ વીડિયોમાં જોઈ શકાય છે કે મૈસુર કાફેના ઓનર અનંત અને રાધિકાના વેડિંગ ફંક્શનમાં પહોંચ્યા છે. શ્રીમતી Shanteri Nayak  ને જોઈને અંબાણી પરિવાર એકસાથે આવી જાય છે અને પોતાની એક્સાઈટમેન્ટ દેખાડે છે. અનંત અને તેની ભાભી શ્લોકા પણ ખુશ થઈ જાય છે. અનંત પહેલા બધાને જણાવે છે કે આ લેડી મૈસુર કાફેના માલિક છે અને પછી તરત પત્ની રાધિકાને બોલાવે છે જેથી કરીને તે પણ મળી શકે. 

ત્યારબાદ રાધિકા આ વૃદ્ધ મહિલાનો હાથ પકડે છે અને પોતાનું મસ્તક નમાવીને તેમને સન્માન આપે છે અને કહે છે કે તે દર રવિવારે ઘરે તેમના ત્યાંનું ફૂડ ખાય છે. અનંત અંબાણી પણ તેમનો આભાર માને છે. આ સાથે જ અનંત અંબાણી અને શ્લોકા મહેતા જે રીતે આ મહિલાનો આદર સત્કાર કરે છે અને તેમને પગે લાગે છે તે જોઈને આ પરિવાર માટે લોકોનું માન પણ વધી જાય છે. વીડિયોમાં મૈસુર કાફેના માલિકને જોઈને બધાએ જે રીતે રિએક્ટ કર્યું તે સોશિયલ મીડિયા પર લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Café Mysore (@cafe_mysore)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More