Home> Business
Advertisement
Prev
Next

Anil Ambani News: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મોટી રાહત, દિલ્હી મેટ્રોએ આપવા પડશે 4600 કરોડ રૂપિયા

સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા હેઠળ રિલાયન્સ ઇન્ફ્રાને કુલ 632 મિલિયન ડોલર એટલે કે આશરે 4600 કરોડ રૂપિયા મળશે. 

Anil Ambani News: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મોટી રાહત, દિલ્હી મેટ્રોએ આપવા પડશે 4600 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ દેવાની ઝાળમાં ફસાયેલા રિલાયન્સ સમૂહના મુખિયા અનિલ અંબાણીને એક મોટી ખુશખબરી મળી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા હેઠળ રિલાયન્સ ઇન્ફ્રાને કુલ 632 મિલિયન ડોલર એટલે કે આશરે 4600 કરોડ રૂપિયા મળશે. 

fallbacks

શું છે મામલો
આ મામલો વર્ષ 2008નો છે. આ વર્ષે રિલાયન્સ ઇન્ફ્રાના એકમે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના સંચાલન માટે કોન્ટ્રાક્ટ હાસિલ કર્યો હતો. વર્ષ 2012માં ચાર્જ અને સંચાલન પર વિવાદો બાદ અનિલ અંબાણીની ફર્મે પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. આ સાથે કંપનીએ કોન્ટ્રાક્ટના કથિત ઉલ્લંઘન માટે દિલ્હી એરપોર્ટ વિરુદ્ધ આર્બિટ્રેશનનો કેસ ફાઇલ કર્યો હતો. અનિલ અંબાણીની કંપનીએ ટર્મિનેશન ફી આપવાની માંગ કરી હતી. આ મામલા પર પ્રથમવાર 2017માં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં ચુદાકો આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો છે. 

આ પણ વાંચો- પાપડ બાદ હવે પરાઠા પર વિવાદ : ગુજરાત AAR નો નિર્ણય, Ready To Cook પરાઠા પર લાગશે 18% GST

અનિલ અંબાણી માટે જરૂરી કેમ
આ ચુકાદો અનિલ અંબાણી માટે એક મહત્વપૂર્ણ જીત છે કારણ કે તે દેવામાં ડુબેલા છે. કંપનીના વકીલોએ મામલાની સુનાવણી દરમિયાન કહ્યુ કે, રિલાયન્સ દેવાની ચુકવણી કરવા માટે પૈસાનો ઉપયોગ કરશે, જેના પગલે સુપ્રીમ કોર્ટે બેન્કોને કંપનીના ખાતાઓને બિન-કાર્યકારી સંપત્તિ એટલે કે એનપીએ તરીકે ચિહ્નિત કરવા પર રોક લગાવી હતી.

શેર બજારમાં તેજી
આ ખબર વચ્ચે રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 4.95 ટકાની તેજી આવી છે. આ તેજીને કારણે રિલાયન્સ ઇન્ફ્રાના શેરનો ભાવ 74.15 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. કંપનીનું માર્કેટ કેપિટલ એકવાર ફરી 1950 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More