નવી દિલ્હી: અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. બજાર નિયામક સેબીના આદેશ બાદ તેમને કોઈપણ સૂચીબદ્ધ કંપની સાથે જોડાવવાથી રોકવામાં આવ્યા હતા, જે બાદ તેમણે આ પગલું ઉઠાવ્યું છે.
રિલાયન્સ પાવરે BSE ફાઇલિંગમાં કહ્યું, અનિલ અંબાણી ગેર-કાર્યકારી ડિરેક્ટર, સેબીના વચગાળાના હુકમના અનુપાલનમાં રિલાયન્સ પાવરના બોર્ડથી હટી ગયા છે. ત્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કહ્યું કે, અનિલ અંબાણીએ સેબીના વચગાળાના હુકમના અનુપાલનમાં તેમણે બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, 5 દિવસમાં 4 વખત વધારો; વધારા બાદ આ હશે નવી કિંમત
ત્યારે ADAG ગ્રુપની બંને કંપનીઓએ કહ્યું કે, આર-પાવર અને આર-ઇન્ફ્રાના ડિરેકટર મંડળે શુક્રવારે રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વધારાના ડિરેક્ટર નિયુક્ત કર્યા છે. જો કે, આ નિયુક્તિ હજી સમાન્ય બેઠકમાં સભ્યોની મંજૂરીને આધીન છે.
અહીં અન્ય સમાચાર વાંચો:-
ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ
યુદ્ધ વચ્ચે યુક્રેન સહરદ નજીક પહોંચ્યા જો બિડેન, હવે અમેરિકાનું શું હશે આગામી પગલું?
8 બ્રાહ્મણ, 8 દલિત, 6 રાજપૂત... જાણો યોગી 2.0 મંત્રીમંડળમાં આ રીતે સાધવામાં આવ્યું જાતિગત સમીકરણ
વનરાજ શાહને મળશે Anupama અને Anuj ના લગ્નનું પહેલું કાર્ડ, આ દિવસે કરશે સગાઈ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે