નવી દિલ્હીઃ Stock Market: છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એક બાદ એક ઘણી કંપનીના આઈપીઓ પર દાંવ લગાવવાની તક રોકાણકારોને મળી છે. પરંતુ જો તમે કોઈ કંપનીના આઈપીઓમાં દાંવ લગાવી શક્યા નથી તો નિરાશ થવાની જરૂર નથી. 29 ડિસેમ્બર 2022ના તમને રોકાણ કરવાની વધુ એક તક મળશે. આ દિવસે અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન (Anlon Technology Solutions) નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આવો ગ્રે માર્કેટ સહિત અન્ય તમામ માહિતી મેળવીએ.
શું છે ગ્રે માર્કેટની સ્થિતિ?
ટોક શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર આજે એટલે કે મંગળવારે અનલોન ટેક્નોલોજી સોલ્યૂશનનો આઈપીઓ 57 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જેને સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. જો આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો કંપનીના શેરનું લિસ્ટિંગ 57 ટકાના પ્રીમિયમ પર થઈ શકે છે.
આ પણ વાંચોઃ EPFO: 6 કરોડ સરકારી કર્મચારી માટે આવી એલર્ટ, ભૂલ કરશો તો એકાઉન્ટ ખાલી થશે
કંપનીના આઈપીઓની વિગત
1. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ ઓપનિંગ ડેટ- 29 ડિસેમ્બર 2022
2. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ ક્લોઝિંગ ડેટ- 2 જાન્યુઆરી 2023
3. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ શેર અલોટમેન્ટ ડેટ (સંભવિત) - 5 જાન્યુઆરી 2023
4. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન લિસ્ટિંગ ડેટ (સંભવિત)- 10 જાન્યુઆરી
5. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ પ્રાઇઝ બેન્ડ- 100 રૂપિયા
6. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ રિટેલ લોટ સાઇઝ- 1200 શેર
7. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશન આઈપીઓ રિટેલ મેક્સિમમ અને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટે- 1.20 લાખ રૂપિયા
8. અનલોન ટેક્નોલોજી સોલ્યૂશનના 2020માં ટેક્સ ચુકવણી બાદ- 0.69 કરોડ રૂપિયા વધ્યા.
આ પણ વાંચોઃ Rules Change: નવા વર્ષની પ્રથમ તારીખ તમારા ખિસ્સાને કરશે અસર, આ 5 નિયમો બદલાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે