Home> Business
Advertisement
Prev
Next

Mukesh Ambani House Photo: મુકેશ અંબાણીનું ઘર નહીં આલિશાન મહેલ છે, દુનિયાના સૌથી મોંઘા ઘરની આવી છે ખાસિયતો

Antilla Price: આ ઘરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે મહત્તમ 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને સહન કરી શકે. રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના ઘરનું નિર્માણ $200 કરોડ એટલે કે લગભગ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.

Mukesh Ambani House Photo: મુકેશ અંબાણીનું ઘર નહીં આલિશાન મહેલ છે, દુનિયાના સૌથી મોંઘા ઘરની આવી છે ખાસિયતો

Antilla pics: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના ટોચના અમીર ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. મુકેશ અંબાણીનો પરિવાર જ્યાં રહે છે તે ઘરનું નામ 'એન્ટીલિયા' છે. એવું કહેવાય છે કે એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુના નામ પરથી તેનું નામ 'એન્ટીલિયા' રાખવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના ઘરને દુનિયાનું સૌથી મોંઘુ ઘર પણ કહેવામાં આવે છે.

fallbacks

27 માળનું ઘર
કહેવાય છે કે મુકેશ અંબાણીનું ઘર એટલું મોટું છે કે તેની અંદર 600 લોકો કામ કરે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયાની ઊંચાઈ 27 માળની છે અને આ ઘર કુલ 4,00,000 ચોરસ ફૂટમાં બનેલું છે. ખાસ વાત એ છે કે ઘરના દરેક રૂમનું ઈન્ટિરિયર બીજા કરતા અલગ દેખાય છે.

પાર્કિંગ માટે 6 માળ
એન્ટિલિયા વર્ષ 2010માં પૂર્ણ થયું હતું. તે સમયે સમગ્ર વિશ્વમાં તેની ખૂબ ચર્ચા થઈ હતી. 27 માળના આ ઘરના પહેલા 6 માળ માત્ર પાર્કિંગ માટે જ બનાવવામાં આવ્યા છે. ઘરમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ છે. તેની ઉપર આઉટડોર ગાર્ડન છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
 
3 હેલિપેડ
એન્ટિલિયાને શિકાગો સ્થિત આર્કિટેક્ટ 'પર્કિન્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની 'લૅગટન હોલ્ડિંગ' દ્વારા બનાવવામાં આવી છે. તેમાં 3 હેલિપેડની સુવિધા છે. આ એવું પહેલું ઘર છે, જ્યાં હેલિપેડ છે.

1 સ્પા અને ઘરમાં મંદિર
મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર સાથે આ ઘરમાં રહે છે. અહીં દરેકને રહેવા માટે અલગ-અલગ માળ છે. એન્ટિલિયામાં યોગા સ્ટુડિયો, આઈસ્ક્રીમ રૂમ અને ત્રણથી વધુ સ્વિમિંગ પૂલ પણ છે. ઘરમાં 9 લિફ્ટ છે. ઘરમાં 1 સ્પા અને મંદિર પણ છે.

આ પણ વાંચો: પરફેક્ટ સેક્સ લાઇફમાં ગાદલાનું પણ છે ખાસ યોગદાન! કામ લાગશે આ 3 ટિપ્સ!
આ પણ વાંચો: લોટ બાંધતી વખતે રાખો સાવધાની, નાનકડી ભૂલ બની જશે જીવનભરનો પસ્તાવો

બનાવવાની કિંમત
આ ઘરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે મહત્તમ 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને સહન કરી શકે. રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના ઘરનું નિર્માણ $200 કરોડ એટલે કે લગભગ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.

સાત વર્ષમાં બનેલું ઘર
મુંબઈ શહેરની મધ્યમાં આવેલી મુકેશ અંબાણીની ડ્રીમ હવેલી સાત વર્ષમાં બનીને તૈયાર થઈ હતી. મુકેશ અંબાણી તેમની પત્ની, બાળકો અને માતા સાથે ઉપરના માળની નીચે ફ્લોરમાં રહે છે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More